New Update
/connect-gujarat/media/media_files/P1cOblqgdHLY8B1B1nB0.jpg)
રામાનંદ સાગરની રામાયણ આવી તેના 3 દાયકાથી વધુનો સમય થઈ ચૂક્યો છે પરંતુ તેમ છતાં આ સિરીયલનો ઝલવો ચાલુ જ છે. કોરોના મહામારીમાં પણ આ સિરીયલને ચાહકોનો ખુબ પ્રેમ મળ્યો હતો. હવે આ સિરીયલની સફળતા ને જોઈ સાગર પિકચર્સ એન્ટરટેનમેન્ટ પ્રોડક્શન હાઉસે મોટો નિર્ણય લીધો છે. તે ભગવાન કૃષ્ણ પર એક ફિલ્મ અને વેબ સીરિઝ બનવવાનું વિચારી રહ્યા છે. આવું પહેલી વખત નથી કે, જ્યારે આ પ્રોડક્શન હાઉસ ભગવાન કૃષ્ણ પર કોઈ પ્રોજેક્ટ લાવી રહ્યું હોય, કૃષ્ણના ટાઈટલ પહેલા પણ એક ટીવી શો આવી ચૂક્યો છે જે ખુબ હિટ રહ્યો હતો. હવે મેકર્સ ફરી એક વખત કૃષ્ણ પર નવા પ્રોજેક્ટ સાથે આવવાની તૈયારીમાં છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આર્દશે આ વાતની જાણકારી શેર કરી છે. તેમણે લખ્યું કે, રામાયણના ક્રિએટર્સ સાગર પિકચર્સ એન્ટરટેનમેન્ટ, ભગવાન કૃષ્ણ પર ફિલ્મ અને વેબ સીરિઝ લાવવાની તૈયારીમાં છે. જેમાં નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ 1971 બનાવનારનું સહ-નિર્માણ હશે. આ એક મોટો પ્રોજેક્ટ હશે અને તેમાં સમગ્ર ભારતની સ્ટારકાસ્ટ હશે. ઈન્ટરનેશલ VFX કંપની પણ આમાં સામેલ થશે. આ મેગા પ્રોજેક્ટ વિશે હજુ સુધી વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી.