રણબીર કપૂર સ્ટારર રામાયણ ભારતના ઇતિહાસની સૌથી મોંઘી ફિલ્મ હશે ! બજેટ 835 કરોડ રૂપિયા

નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ' આજકાલ ચર્ચાનો વિષય છે. હવે આ ફિલ્મને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, આ ફિલ્મ ત્રણ ભાગમાં રિલીઝ થશે.

રણબીર કપૂર સ્ટારર રામાયણ ભારતના ઇતિહાસની સૌથી મોંઘી ફિલ્મ હશે ! બજેટ 835 કરોડ રૂપિયા
New Update

નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ' આજકાલ ચર્ચાનો વિષય છે. હવે આ ફિલ્મને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, આ ફિલ્મ ત્રણ ભાગમાં રિલીઝ થશે.

જ્યારે ફક્ત પ્રથમ ભાગનું બજેટ 835 કરોડ રૂપિયા છે અને એ 2027માં રિલીઝ થશે. ફિલ્મના પહેલા ભાગના પોસ્ટ પ્રોડક્શનમાં 600 દિવસ લાગશે. આ બજેટ પરથી અંદાજ લગાવી શકાય છે કે દિગ્દર્શક એને સિનેમા ઈતિહાસની સર્વશ્રેષ્ઠ ફિલ્મ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

એક સૂત્રએ બોલિવૂડ હંગામાને કહ્યું હતું કે 'રામાયણ' ફિલ્મ નથી, પરંતુ એક લાગણી છે. આ કારણોસર મેકર્સ એને વૈશ્વિક સ્તરે વધુ સારી બનાવવા માટે કોઈ કસર છોડવા માગતા નથી.

નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ' આજકાલ ચર્ચાનો વિષય છે. હવે આ ફિલ્મને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, આ ફિલ્મ ત્રણ ભાગમાં રિલીઝ થશે.

આવી સ્થિતિમાં નિર્માતાઓએ ફક્ત પ્રથમ ભાગનું બજેટ 835 કરોડ રૂપિયા રાખ્યું છે.' સૂત્રનું કહેવું છે કે નિર્માતા નમિત મલ્હોત્રા ફિલ્મને ભવ્ય સ્વરૂપ આપવા માટે 'રામાયણ' ફ્રેન્ચાઈઝી પર પાણીની જેમ પૈસા ખર્ચી રહ્યા છે.

'સૂત્રનું કહેવું છે કે આટલી મોટી મેગા બજેટ ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનમાં 600 દિવસ લાગશે. ફિલ્મનું શૂટિંગ ગયા મહિને જ શરૂ થયું હતું. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળશે અને સાંઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે. થોડા દિવસો પહેલાં સેટ પરથી બંનેની તસવીરો પણ વાઇરલ થઈ હતી.

#CGNews #beyondustnews #film #expensive #ranbir kapoor #Ramayana #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article