અમીષા પટેલ ગણશે જેલના સળિયા, રાંચિ કોર્ટે જાહેર કર્યું વોરંટ જાણો સમગ્ર મામલો

કેસની આગામી સુનાવણી માટે 15 એપ્રિલની તારીખ નક્કી કરવામાં આવી છે. વાત એવી હતી કે અમીષાએ તેની દેશી મેજિક ફિલ્મમાં પૈસા રોકવા માટે અજય કુમાર સિંહને આમંત્રણ આપ્યું હતું.

અમીષા પટેલ ગણશે જેલના સળિયા, રાંચિ કોર્ટે જાહેર કર્યું વોરંટ જાણો સમગ્ર મામલો
New Update

બૉલીવુડ એક્ટ્રેસ અમીષા પટેલ સાથે મોટા સમાચારો સામે આવી રહ્યા છે. ‘ગદ્દર 2’ ની અભિનેત્રી મુશ્કેલીમાં મુકાઇ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. હકીકતમાં, રાંચિની કોર્ટે અમીષા અને તેના બિસનેશ પાર્ટનર કૃણાલ વિરુદ્ધ છેતરપિંડી અને ચેક બાઉન્સ કેસમા ગુરુવારે વોરંટ જારી કર્યું છે. ફરિયાદ નોંધાવનાર અજય કુમાર સિંહ ઝારખંડના ફિલ્મ નિર્માતા છે. તેણે જ અમીષા પટેલ અને તેના પાર્ટનર વિરુધ્ધ કેસ દાખલ કર્યો છે. એક અહેવાલ મુજબ રાંચિની કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કારણ કે અમીષા પટેલ કે તેના વકીલ કોર્ટના સમન્સ હોવા છતા પણ કોર્ટમાં હજાર થયા ન હતા.

કેસની આગામી સુનાવણી માટે 15 એપ્રિલની તારીખ નક્કી કરવામાં આવી છે. વાત એવી હતી કે અમીષાએ તેની દેશી મેજિક ફિલ્મમાં પૈસા રોકવા માટે અજય કુમાર સિંહને આમંત્રણ આપ્યું હતું. જે બાદ તેને ફિલ્મના નિર્માણ અને પ્રમોશન માટે અમીષાના ખાતામાં 2.5 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. ફરિયાદી અનુસાર ફિલ્મ 2013 માં શરૂ થઈ હતી પરંતુ હજી સુધી તેનું શૂટિંગ પૂરું થયું નથી આ કારણે અજયે તેના પૈસા પાછા માંગ્યા. કારણ કે અમીષા અને તેના પાર્ટનરે ખાતરી આપી હતી કે તેને ફિલ્મ પૂરું થયા પછી તેને બધા પૈસા વ્યાજ સહિત પાછા આપશે. વારંવાર વિલંબ બાદ અમીષા એ 2018માં 2.5 કરોડ અને 50 લાખ રૂપિયાના બે ચેક આપ્યા હતા. જે ચેક બાઉન્સ થયા હતા. તેથી તેની વિરુધ્ધ સીઆરપીસી ની કલમ 420 અને 120 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. 

#Ameesha Patel #Ranchi court #અમીષા પટેલ #check bounce cases #AMisga Patel Case #Amisha Patel Watternt #red cheeks
Here are a few more articles:
Read the Next Article