રોહિત શેટ્ટી ફિલ્મ ‘ 'Singham Again' ને લઈને દર્શકોમાં આતુરતા, રોહિતે શેર કરી ફિલ્મ રિલેટેડ તસ્વીરો....

આ ફિલ્મ 24 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં અજય દેવગન, અક્ષય કુમાર અને રણવીર સિંહ ફરી એકવાર સાથે જોવા મળશે.

રોહિત શેટ્ટી ફિલ્મ ‘ 'Singham Again' ને લઈને દર્શકોમાં આતુરતા, રોહિતે શેર કરી ફિલ્મ રિલેટેડ તસ્વીરો....
New Update

બોલિવૂડ ડાયરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેઈનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ શક્તિ શેટ્ટી તરીકે દીપિકા પાદુકોણ અને એસીપી સત્ય તરીકે ટાઇગર શ્રોફે તેમની કેટલીક તસવીરો શેર કરી હતી. જે લોકોને ખુબ પસંદ આવી હતી. હવે રોહિત શેટ્ટીએ સેટ પરથી કેટલીક વધુ તસવીરો શેર કરી છે, જેને જોઈને ફેન્સ કહી રહ્યા છે કે આ વર્ષ 2024ની બ્લોકબસ્ટર ફિલ્મ હશે. ફિલ્મ 'સિંઘમ-3'માં અજય દેવગન ફરી એકવાર ફિલ્મમાં જબરદસ્ત એક્શન કરતો જોવા મળશે.

રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 24 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં અજય દેવગન, અક્ષય કુમાર અને રણવીર સિંહ ફરી એકવાર સાથે જોવા મળશે. જો કે નિર્માતાઓએ હજુ સુધી ફિલ્મ વિશે વધુ વિગતો જાહેર કરી નથી, તે દરમિયાન અજય દેવગનની એન્ટ્રી સીન વિશેની માહિતી સોશિયલ મીડિયા પર સામે આવી છે. રોહિત શેટ્ટીએ સોશિયલ મીડિયા પર બે તસવીરો શેર કરી છે, જેમાં પ્રથમ તસવીરમાં એક ટ્રકમાં આગ લાગી છે. બીજી તસવીરમાં તે પોતે સળગતા ટ્રકની સામે ઊભેલો જોવા મળે છે.

#Entertainment #ConnectGujarata #Singham Again #Upcoming Movie #Singham Again Poster #Rohit Shetty Pictures #Rohit Shetty New Movie #સિંઘમ અગેઈન
Here are a few more articles:
Read the Next Article