સૈયારાએ જોરદાર કલેક્શનથી નિર્માતાઓના ખિસ્સા છલકાવ્યા

અહાન પાંડે અને અનીત પડ્ડાની લવસ્ટોરી સૈયારાએ થિયેટરોમાં ભીડ જમાવી છે અને ધમાકેદાર ઑપનિંગ અને વિક એન્ડ બાદ વિક ડેઝમાં પણ ફિલ્મ સારું કલેક્શન કરી રહી છે.

New Update
saiyaara

અહાન પાંડે અને અનીત પડ્ડાની લવસ્ટોરી સૈયારાએ થિયેટરોમાં ભીડ જમાવી છે અને ધમાકેદાર ઑપનિંગ અને વિક એન્ડ બાદ વિક ડેઝમાં પણ ફિલ્મ સારું કલેક્શન કરી રહી છે. મોહિત સૂરીની મ્યુઝિકલ લવસ્ટોરીએ બોલીવૂડમાં ફરી લવસ્ટોરીના દરવાજા ખોલી દીધા છે.

ફિલ્મના બોક્સ ઓફિસના કલેક્શનની વાત કરીએ તો 18મીએ રિલિઝ થયેલી ફિલ્મ માત્ર ચાર દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી ગઈ છે અને વર્લ્ડવાઈડ આ ફિલ્મે 119 કરોડનો આંકડો વટાવી લીધો છે.

ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 21.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે 26 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે સૌથી વધુ 35.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ચોથા દિવસે, સોમવારે, ‘સૈયારા’ એ 22.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો અને કુલ 105.75 કરોડ રૂપિયાની કમાણી કરી.

આ રીતે, તે 8મી સૌથી વધુ કમાણી કરતી હિન્દી ફિલ્મ બની ગઈ છે. વિક ડેઝમાં 22 કરોડની કમાણી મોટો આંકડો માનવામાં આવે છે. ફિલ્મ સામે ટકી રહે તેવી બીજી ફિલ્મો હાલમાં થિયેટરોમાં નથી.

રાજકુમાર રાવની માલિક લોકોને ખાસ ગમી નથી, આમિરની સિતારે ઝમીન પર લોકોએ જોઈ લીધી છે. આવતા અઠવાડિયે દિનેશ વિજનની પરમસુંદરી રિલિઝ થશે, પંરતુ સૈયારા કમાણી પર અસર પડે તેમ લાગતું નથી. ફિલ્મનું કપલ યંગસ્ટરને ખૂબ ગમી રહ્યું છે, મ્યુઝિક પણ ખૂબ જ લોકપ્રિય થયું છે. હવે આવતા વિકએન્ડમાં ફિલ્મની કમાણી કેટલી થાય છે તે જોવાનું છે.

CG Entertainment | saiyaara | box office | Box Office Collection | Bollywood