Connect Gujarat
મનોરંજન 

સલમાન ખાન 'કિસી કા ભાઈ કિસી કી જાન' ફિલ્મની કો-સ્ટારને કરી રહ્યો છે ડેટ! અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન ગત 25 વર્ષોથી પણ વધુ સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યો છે.

સલમાન ખાન કિસી કા ભાઈ કિસી કી જાન ફિલ્મની કો-સ્ટારને કરી રહ્યો છે ડેટ! અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
X

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન ગત 25 વર્ષોથી પણ વધુ સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યો છે. આ દરમિયાન તેનું નામ લગભગ તેના દરેક કો-સ્ટાર સાથે જોડવામાં આવ્યું છે. સલમાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડની લિસ્ટમાં વધુ એક એક્ટ્રેસ પૂજા હેગડેનું નામ સામેલ થયું છે. ફિલ્મ જગતમાં એવી અટકળો ચાલી રહી છે કે સલમાન અને પૂજા એક બીજાને ડેટ કરી રહ્યા છે. હાલ સલમાન ખાન 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેની ફિલ્મ 21 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ દ્વારા સલમાન અને પૂજા હેગડે પહેલીવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે. ફિલ્મના ટ્રેલર અને ગીતોમાં દર્શકોએ તેમની જોડીને ખુબ પસંદ કરી હતી. એક તરફ ફિલ્મની રિલીઝ ડેટ નજીક છે તો બીજી તરફ સલમાન ખાન અને પૂજા હેગડેના ડેટિંગ ખબર ચર્ચામાં છે. ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે સલમાન ખાન અને પૂજા હેગડે એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ અફવાઓને ત્યારે વેગ મળ્યો જ્યારે સલમાને પૂજાના ભાઈ રિષભ હેગડેના લગ્નમાં હાજરી આપી હતી. લાંબા સમયના મૌન પછી હવે પૂજા હેગડેએ આ અફવાઓ પર વાત કરી છે. તેણે કહ્યું કે અત્યારે તેનું સંપૂર્ણ ધ્યાન તેના કરિયર પર છે.' એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે તે હજુ પણ સિંગલ છે અને હાલ કામમાં વ્યસ્ત છે. તેની પાસે આવી અફવાઓનો જવાબ આપવા માટેનો સમય નથી.

Next Story