Big Boss 17ને હોસ્ટ કરવા માટે સલમાન ખાન લે છે આટલી મોટી રકમ, જેને જાણીને તમે પણ ચોંકી જશો..!

બિગ બોસ 17ને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. શોને લઈને દરરોજ કોઈને કોઈ અપડેટ આવે છે. અત્યાર સુધી ઘણા નામ સામે આવ્યા છે

New Update
Big Boss 17ને હોસ્ટ કરવા માટે સલમાન ખાન લે છે આટલી મોટી રકમ, જેને જાણીને તમે પણ ચોંકી જશો..!

બિગ બોસ 17ને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. શોને લઈને દરરોજ કોઈને કોઈ અપડેટ આવે છે. અત્યાર સુધી ઘણા નામ સામે આવ્યા છે, જે બિગ બોસના ઘરમાં રહેશે પણ આ બધા વચ્ચે હવે અભિનેતાની ફીને લઈને સમાચાર આવ્યા છે. સલમાન ખાન દર સીઝનમાં બિગ બોસ હોસ્ટ કરવા માટે મોટી ફી વસૂલે છે. એવા અહેવાલો છે કે તે બિગ બોસ 17 હોસ્ટ કરવા માટે પણ મોટી રકમ ચાર્જ કરી રહ્યો છે. બિગ બોસના ફેન પેજ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે 'બિગ બોસ 17' માટે સલમાન ખાનને મોટી રકમ આપવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે દર અઠવાડિયે 12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. સલમાન ખાન અઠવાડિયામાં માત્ર બે દિવસ શો હોસ્ટ કરવા આવે છે. મતલબ કે તેને એક એપિસોડ માટે 6 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે છે. સાથે જ એવી પણ અટકળો છે કે ભાઈજાન આખી 17મી સીઝન માટે 200 કરોડ રૂપિયાની જંગી ફી લઈ શકે છે. જો કે, હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.