સંજય દત્તની પુત્રી ત્રિશાલાએ માતા રિચા શર્માને યાદ કરી, માતા-પિતાનો થ્રોબેક ફોટો શેર કર્યો.!

સંજય દત્તની પહેલી દીકરી ત્રિશાલા દત્તે સોશિયલ મીડિયા પર તેની માતા અને પિતાનો એક થ્રોબેક ફોટો શેર કર્યો છે.

New Update
સંજય દત્તની પુત્રી ત્રિશાલાએ માતા રિચા શર્માને યાદ કરી, માતા-પિતાનો થ્રોબેક ફોટો શેર કર્યો.!
Advertisment

સંજય દત્તની પહેલી દીકરી ત્રિશાલા દત્તે સોશિયલ મીડિયા પર તેની માતા અને પિતાનો એક થ્રોબેક ફોટો શેર કર્યો છે. તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ત્રિશાલાએ સંજય દત્ત અને તેની માતા રિચા શર્માનો જૂનો ફોટો શેર કર્યો છે જે 80ના દાયકાનો લાગે છે.

Advertisment

સંજય દત્ત અને રિચા શર્માએ 1987માં ન્યૂયોર્કમાં લગ્ન કર્યા હતા. લગ્નના બીજા જ વર્ષે દંપતીના જીવનમાં ત્રિશાલા જન્મ થયો હતો. પરંતુ 1996માં બ્રેઈન ટ્યુમરને કારણે રિચાનું મૃત્યુ થયું હતું. ત્રિશાલા યુએસમાં તેના દાદા-દાદી સાથે ઉછરી છે અને હજુ પણ ત્યાં રહે છે. હવે તે વ્યવસાયે સાયકોથેરાપિસ્ટ છે.

ત્રિશાલા સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સ સાથે વાતચીત કરી રહી હતી જ્યારે એક પ્રશંસકે તેને એક તસવીર શેર કરવાનું કહ્યું જે તેને ખૂબ પસંદ છે પરંતુ તે પોતે તેમાં નથી. આ રિક્વેસ્ટ પૂરી કરતાં ત્રિશાલાએ આ ફોટો શેર કર્યો જેમાં સંજય દત્ત રિચા સાથે કારમાં તેની પહેલી હરોળમાં બેઠેલા જોવા મળે છે. જ્યાં સંજયે સફેદ રંગની હાઈ નેક ટી-શર્ટ ઉપર ડેનિમ જેકેટ પહેર્યું છે. રિચા સ્મિત કરી રહી છે. ફોટો શેર કરતાં રિચાએ લખ્યું, 'મારી મમ્મી (RIP) અને પપ્પા.'

Latest Stories