Connect Gujarat
મનોરંજન 

સારા અલી ખાને મહાકાલેશ્વર મંદિર ખાતે ભસ્મ આરતીનો લીધો લ્હાવો, શિવ ભક્તિમાં થઈ લીન...

અભિનેત્રી સારા અલી ખાન બુધવારે સવારે ઉજ્જૈનમાં વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલના દરબારમાં બાબા મહાકાલના દર્શન અને તેમના આશીર્વાદ લેવા પહોંચી હતી,

સારા અલી ખાને મહાકાલેશ્વર મંદિર ખાતે ભસ્મ આરતીનો લીધો લ્હાવો, શિવ ભક્તિમાં થઈ લીન...
X

અભિનેત્રી સારા અલી ખાન બુધવારે સવારે ઉજ્જૈનમાં વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલના દરબારમાં બાબા મહાકાલના દર્શન અને તેમના આશીર્વાદ લેવા પહોંચી હતી, આ દરમિયાન તે નંદી હોલમાં બાબા મહાકાલની ભક્તિમાં લીન જોવા મળી હતી.

મહાકાલ મંદિરના પૂજારી પંડિત સંજય ગુરુએ જણાવ્યું, સારા અલી ખાન બાબા મહાકાલની ભક્ત છે. તે સમય મળતાં જ બાબા મહાકાલના દર્શન કરવા આવતી રહે છે. આજે સવારે પણ તે ભસ્મ આરતીમાં ભાગ લેવા માટે મહાકાલ મંદિર પહોંચી હતી. જ્યાં તેણે ગર્ભગૃહમાં પહોંચીને બાબા મહાકાલની પૂજા કરી હતી, ત્યારબાદ તે નંદી હોલમાં બાબા મહાકાલની ભક્તિમાં લીન જોવા મળી હતી.

ભસ્માઆરતી બાદ અભિનેત્રી સારા અલી ખાન પણ કોટી તીર્થ કુંડ પહોંચી હતી. જ્યાં તેણે લગભગ એક કલાક સુધી ઓમ નમઃ શિવાયનો જાપ કર્યું ત્યારબાદ તેણે સવારે સાત વાગ્યે મહાકાલ મંદિરમાં આરતીમાં પણ ભાગ લીધો.

અભિનેત્રી સારા અલી ખાને મહાકાલ દર્શન દરમિયાન મીડિયા સાથે કોઈ ચર્ચા કરી ન હતી, પરંતુ તે ચોક્કસપણે પંડિત સંજય પૂજારીને કહેતી જોવા મળી હતી કે તે 11:30ની ફ્લાઇટ વિશે ચિંતિત નથી. હું ભસ્મ આરતી તેમજ મંદિરમાં સવારે 7.00 કલાકે યોજાતી આરતી અને સવારે 10.30 કલાકે યોજાતી આરતીમાં ભાગ લેવા ઈચ્છું છું. અભિનેત્રી સારા અલી ખાને ભસ્મ આરતી અને સાંજે 7 વાગ્યાની આરતીમાં હાજરી આપી હતી, પરંતુ લગભગ 7.30 વાગ્યે ઈન્દોર જવા રવાના થઈ હતી.

Next Story