અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત પર દેશદ્રોહનો કેસ દાખલ,ખેડૂતોને લઈ આપ્યુ હતું નિવેદન

મનોરંજન | Featured | સમાચાર, ફિલ્મ અભિનેત્રી અને મંડીથી BJP સાંસદ કંગના રનૌત અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. જેમાં કેટલાક નિવેદનો મોટો વિવાદ ઉભો કરે છે.

author-image
By Connect Gujarat Desk
New Update
kagana

ફિલ્મ અભિનેત્રી અને મંડીથી BJP સાંસદ કંગના રનૌત અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. જેમાં કેટલાક નિવેદનો મોટો વિવાદ ઉભો કરે છે. ત્યારે હાલમાં ખેડૂતોને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. હવે આ મામલામાં આગ્રાના એક વકીલે તેમની વિરુદ્ધ સ્પેશિયલ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. જેના પગલે હવે અભિનેત્રીની મુશ્કેલી વધી શકે છે.

મળતી માહિતી મુજબ એડવોકેટે કંગના રનૌતના નિવેદનના આધારે આગ્રા કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આગ્રા કોર્ટમાં કંગના રનૌત વિરુદ્ધ દેશદ્રોહ અને રાષ્ટ્રના અપમાનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં વાદી વકીલના નિવેદન 17 સપ્ટેમ્બરે નોંધવામાં આવશે.

કંગના રનૌત સામે દાવો દાખલ કરનાર એડવોકેટ રમાશંકર શર્માએ કહ્યું કે ફિલ્મ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે MSP અને અન્ય માંગણીઓને લઈને 20 અને 2021માં દિલ્હી બોર્ડર પર હડતાળ પર બેઠેલા લાખો ખેડૂતો પ્રત્યે ખૂબ જ અભદ્ર ટિપ્પણી કરી છે એક ખૂની અને બળાત્કારી અને 16 નવેમ્બર 2021ના રોજ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અહિંસક સિદ્ધાંતની મજાક ઉડાવવા બદલ કંગના રનૌત વિરુદ્ધ સ્પેશિયલ કોર્ટ MP MLAમાં દેશદ્રોહ અને રાષ્ટ્રનું અપમાન કરવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે

Latest Stories