/connect-gujarat/media/post_banners/3e5b51b4baa9ac0f18531b6f6c507f874c32dc42f838a0755090b0fa15f47a33.webp)
બોલિવૂડના 'શહેનશાહ' અમિતાભ બચ્ચન અને 'કિંગ' શાહરૂખ ખાન સ્ક્રીન પર જ્યારે એકસાથે દેખાયા છે તે ફિલ્મ હિટ રહી છે. જોકે દોઢ દાયકા જેટલો સમય થઈ ગયો છે, જ્યારે આ બંને સુપરસ્ટાર્સે એક ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. અમિતાભ અને શાહરૂખ છેલ્લે ફિલ્મ 'કભી અલવિદા ના કહેના' ના કહેમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ પણ સુપરહિટ રહી હતી અને શાહરૂખ-અમિતાભ બચ્ચનની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ સિવાય 'કભી અલવિદા ના કહેના'માં રાની મુખર્જી, પ્રીતિ ઝિંટા અને અભિષેક બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં હતા.
હવે ફેન્સ માટે સારા સમાચાર એ છે કે બંને દિગ્ગજ સ્ટાર્સ 17 વર્ષ પછી ફરી એકવાર સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે. હાલ એક પોસ્ટર વાયરલ થયું છે જેમાં બંનેએ બ્લેક આઉટફિટ પહેર્યા છે. તેમજ બંને દોડતા જોવા મળે છે. આ તસવીરમાં તેના ચહેરાના હાવભાવ પણ શાનદાર દેખાઈ રહ્યા છે. આ તસવીરને પહેલી ઝલકમાં જોઈને તમને કભી ખુશી કભી ગમનું તે દ્રશ્ય યાદ હશે જ્યારે શાહરૂખ હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરે છે અને દોડતો જાય છે. આ પોસ્ટરની સાથેના કેપ્શનમાં લખ્યું છે, '17 વર્ષ પછી ટૂંક સમયમાં આવી રહ્યું છે.જો કે તેમનો આ નવો પ્રોજેક્ટ શું છે, તે ફિલ્મ છે કે એડ આ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.