શાહરૂખ ખાન 12,490 કરોડની નેટવર્થ સાથે પહેલીવાર બિલિયોનેર રિચ લિસ્ટમાં સામેલ

બોલિવૂડના કિંગ ખાન 33 વર્ષ બાદ અબજોપતિની યાદીમાં સામેલ થયો છે. હુરૂન ઈન્ડિયા રીચ લિસ્ટ 2025 અનુસાર, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 33 વર્ષ બાદ શાહરૂખ ખાનની નેટવર્થ પ્રથમ વખત 1.4 અબજ ડોલર (રૂ. 12490 કરોડ) થઈ છે.

New Update
shah rukh khan

બોલિવૂડના કિંગ ખાન 33 વર્ષ બાદ અબજોપતિની યાદીમાં સામેલ થયો છે.

હુરૂન ઈન્ડિયા રીચ લિસ્ટ 2025 અનુસાર, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 33 વર્ષ બાદ શાહરૂખ ખાનની નેટવર્થ પ્રથમ વખત 1.4 અબજ ડોલર (રૂ. 12490 કરોડ) થઈ છે. આ સાથે તે દેશનો સૌથી ધનિક એક્ટર બન્યો છે. તેમજ વૈશ્વિક સ્તરે તેણે ટેલર સ્વિફ્ટ સહિત હોલિવૂડ સેલિબ્રિટીને પાછળ પાડ્યા છે.

આજે 1 ઓક્ટોબરના રોજ જાહેર થયેલી હુરૂન ઈન્ડિયા રીચ લિસ્ટ 2025 અનુસાર, બોલિવૂડનો બાદશાહ શાહરૂખ ખાન (ઉ.વ. 59) રૂ. 12490 કરોડની નેટવર્થ સાથે પ્રથમ વખત અબજોપતિની યાદીમાં સામેલ થયો છે. તેણે નેટવર્થ મામલે ટેલર સ્વિફ્ટ (1.3 અબજ ડોલર), આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર ($1.2 બિલિયન), જેરી સીનફેલ્ડ ($1.2 બિલિયન) અને સેલેના ગોમેઝ ($720 મિલિયન) સહિત અનેક આંતરરાષ્ટ્રીય હસ્તીઓને પાછળ પાડ્યા છે.

શાહરૂખ ખાન ઘણા વર્ષોથી બોલિવૂડનો ધનિક અભિનેતા હતો. પરંતુ હુરૂનની બિલિયોનેરની યાદીમાં સામેલ થયો છે. આ વર્ષે તેની નેટવર્થમાં મબલક ઉછાળો જોવા મળ્યો છે. તેની બિઝનેસ પાર્ટનર જુહી ચાવલા બોલિવૂડની સૌથી ધનિક અભિનેત્રી છે. તે ધનિક એક્ટર્સની યાદીમાં બીજી ટોચની અબજોપતિ છે. તેની નેટવર્થ 7790 કરોડ રૂપિયા છે. જ્યારે ઋતિક રોશન રૂ. 2160 કરોડ સાથે ત્રીજા ક્રમે છે. ગતવર્ષે પણ શાહરૂખ ખાન 87 કરોડ ડોલર સાથે ટોચનો ધનિક અભિનેતા હતો. પરંતુ આ વખતે તેની નેટવર્થ 1.4 અબજ ડોલર નોંધાવા સાથે તે અબજોપતિ બન્યો છે.

શાહરૂખ ખાન 3 દાયકાથી હિન્દી સિનેમામાં અભૂતપૂર્વ યોગદાન આપી રહ્યો છે. તે રેડ ચીલ્લી પ્રોડક્શન હાઉસ અને વીએફએક્સ સ્ટુડિયામાં રોકાણ ધરાવે છે. તદુપરાંત વિશ્વભરમાં વિવિધ ક્રિકેટ ટીમ અને મધ્ય-પૂર્વમાં રિયાલ્ટી રોકાણ ધરાવે છે.

Latest Stories