Connect Gujarat
મનોરંજન 

ફિલ્મ શૈતાન બોક્સ ઓફિસ પર સોમવારની કમાણીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

દર્શકોને હોરર કરતાં 'શૈતાન'ની સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ વધુ પસંદ આવી.

ફિલ્મ શૈતાન બોક્સ ઓફિસ પર સોમવારની કમાણીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
X

અજય દેવગણની ફિલ્મ 'શૈતાન'એ બહાર આવતાની સાથે જ સિનેમાઘરો પર કબજો જમાવી લીધો હતો. ફિલ્મને સારા રિવ્યુ પણ મળ્યા હતા. દર્શકોને હોરર કરતાં 'શૈતાન'ની સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ વધુ પસંદ આવી. 'શૈતાન' તેના ટ્રેલર રિલીઝથી જ ચર્ચામાં આવી હતી. ફિલ્મનું વધારે પ્રમોશન કરવામાં આવ્યું ન હતું. તેમ છતાં, 'શૈતાન' જોવા માટે થિયેટરોમાં ભીડ ઉમટી હતી.

અજય દેવગનની 'શૈતાન'એ ઓપનિંગ વીકએન્ડ પર જબરદસ્ત બિઝનેસ કર્યો હતો. કલેક્શન એટલું અદ્ભુત હતું કે ફિલ્મની સરખામણી 'દ્રશ્યમ 2' સાથે થવા લાગી॰

માહિતી પ્રમાણે 'શૈતાન'ના બોક્સ ઓફિસ પર નજર કરીએ તો ફિલ્મે પહેલા દિવસે જ પ્રભાવિત કરી હતી. 'શૈતાન'એ શુક્રવારે 14.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તે જ સમયે, શનિવારે કમાણી 18.75 કરોડ રૂપિયા હતી. આ પછી રવિવારે પણ ઉછાળો જોવા મળ્યો હતો. ફિલ્મે રવિવારે 20 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

'શૈતાન'ના સોમવારના બિઝનેસની વાત કરીએ તો તેની કમાણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પ્રારંભિક આંકડાઓ અનુસાર, ફિલ્મે સમગ્ર દેશમાં માત્ર 7 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ સાથે 'શૈતાન'એ તેની રિલીઝના 4 દિવસમાં ઘરેલુ બોક્સ ઓફિસ પર લગભગ 61 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

'શૈતાન'માં અજય દેવગન સાથે આર માધવન અને જ્યોતિકા લીડ રોલમાં છે. તે 2023 ની ગુજરાતી ફિલ્મ વૉશની હિન્દી રિમેક છે, જે કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા લિખિત અને દિગ્દર્શિત છે. 'શૈતાન' અલૌકિક શક્તિવાળા માણસ દ્વારા તેમના ઘરમાં બંધક બનેલા પરિવારની વાર્તા કહે છે.

'શૈતાન'નું નિર્દેશન વિકાસ બહલે કર્યું છે. જ્યારે, જિયો સ્ટુડિયો, દેવગન ફિલ્મ્સ અને પેનોરમા સ્ટુડિયોના બેનર હેઠળ મંગત પાઠક અને અભિષેક પાઠક દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. જય દેવગન, જ્યોતિ દેશપાંડે, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક 'શૈતાન'ના નિર્માતા છે.

Next Story