/connect-gujarat/media/post_banners/02b5e8c38b420b9dae8088da85a17f6dce9d26c833fd48b8e331199b24372d75.webp)
મિથુન ચક્રવર્તીની સુપરહિટ ફિલ્મ 'ડિસ્કો ડાન્સર'ના ડાયરેકટર સુભાષ બબ્બર પર દુઃખના ડુંગર તૂટી પડયા છે. તેમની પુત્રીનું નિધન થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. દિગ્દર્શકની પુત્રી શ્વેતા બબ્બરએ શનિવારે આખરી શ્વાસ લીધા હતા. મહત્વનું છે કે શ્વેતા પણ તેના પિતાની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો બની છે.
જોકે તેના અંતિમ સંસ્કાર મામલે હજુ સુધી કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.મીડિયા રિપોર્ટ્સ મુજબ શ્વેતા બબ્બર 19 જુલાઈના રોજ ઘરે પડી ગઈ હતી. આ દરમિયાન તેને ઘણી ઈજા થઈ હતી. જેને લઈને તેના પગ અને કરોડરજ્જુમા ઇજા થઇ હતી. બાદમાં સારવાર દરમિયાન ખસેડાઇ હતી. જ્યા 22 જુલાઈની રાત્રે મુંબઈની કોકિલાબેન ધીરુબાઈ અંબાણી હોસ્પિટલમાં શ્વેતાનું મૃત્યુ થયાનું સામે આવ્યું છે.
જાણકારોના મત મુજબ શ્વેતા એ પિતાને ફિલ્મ નિર્માણમાં ઘણી મદદ કરી હતી. ફિલ્મો ઉપરાંત શ્વેતાએ 'ઝૂમ' નામની યુવાનોમાંના ડાન્સ કલ્ચર પર આધારિત હતી. ફિલ્મ પણ ડિરેક્ટ કરી હતી. મહત્વનું છે કે ગયા વર્ષે જ શ્વેતાની માતા તિલોત્તમાનું નિધન થયું હતું. તે ફેફસાને લગતી સમસ્યાથી પીડિત હતી. આ દરમિયાન સુભાષ બબ્બરએ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હોવાનું વાતને સમર્થન આપ્યું હતું.