T-20 વર્લ્ડકપનો પ્રોમો રિલીઝ, અમિતાભ બચ્ચને ટીમ ઇન્ડીયાને ખાસ સંદેશ આપ્યો

New Update
T-20 વર્લ્ડકપનો પ્રોમો રિલીઝ, અમિતાભ બચ્ચને ટીમ ઇન્ડીયાને ખાસ સંદેશ આપ્યો

અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા સંયુક્ત રીતે યોજાનાર T20 વર્લ્ડ કપ પહેલાં બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચને ભારતીય ટીમને એક ખાસ સંદેશ આપ્યો છે. સ્ટાર સ્પોર્ટ્સે X પર T20 વર્લ્ડ કપ 2024નો પ્રોમો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અમિતાભ બચ્ચને અવાજ આપ્યો છે.વીડિયોમાં બચ્ચને કહ્યું કે, યુદ્ધ દરરોજ થાય છે, પરંતુ મહાયુદ્ધ સૌથી અઘરી કસોટી કરે છે.

અહીંનું તાપમાન દરેક ક્ષણે વધે છે. દરેક નસમાં લોહી ઉકળે છે. હારનો સામનો કરનાર બહાદુર માણસ છે જે માથું ઊંચું રાખીને ચાલે છે.પ્રોમો આ વર્ષની સૌથી મોટી સાયન્સ-ફિક્શન ફિલ્મ 'કલ્કી 2898 AD'ની થીમ પર બનાવવામાં આવ્યો છે. આમાં અમિતાભ ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં અમિતાભ ઉપરાંત પ્રભાસ, કમલ હાસન, દીપિકા પાદુકોણ અને દિશા પટણી જેવા કલાકારો પણ જોવા મળશે.

Latest Stories