રણબીર કપૂર સ્ટારર ફિલ્મ 'એનિમલ'ની ફેન્સ ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત રશ્મિકા મંદન્ના, બોબી દેઓલ અને અનિલ કપૂરે મહત્વની ભૂમિકા ભજવી છે. હાલમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ 'એનિમલ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ બધાની વચ્ચે ફિલ્મનું ટીઝર દુબઈના બુર્જ ખલીફા પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ખાસ ક્ષણ માટે ફિલ્મના સ્ટાર રણબીર કપૂર અને બોબી દેઓલ પણ દુબઈ પહોંચ્યા હતા. 'એનિમલ'નું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું હતું અને હવે દુબઈના બુર્જ ખલીફા પર ફિલ્મનું 60 સેકન્ડનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ખાસ ક્ષણ માટે રણબીર કપૂર, બોબી દેઓલ અને ફિલ્મના પ્રોડ્યુસર ભૂષણ કુમાર પણ દુબઈ પહોંચ્યા હતા. ગેંગસ્ટર ડ્રામા માનવામાં આવતી આ મનોરંજક ફિલ્મમાં રણબીર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની સ્ટોરી પિતા અને પુત્ર વચ્ચેના વણસેલા સંબંધો પર કેન્દ્રિત છે. એનિમલમાં અનિલ કપૂર રણબીરના પિતાના રોલમાં જોવા મળશે, જ્યારે રશ્મિકા મંદાના રણબીરની ગર્લફ્રેન્ડના રોલમાં જોવા મળશે. 'એનિમલ'નું ટીઝર દુનિયાની સૌથી મોટી ઈમારત બુર્જ ખલીફા પર જોવા મળ્યુ હતુ. બોબી દેઓલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એનિમલના ટીઝર રિલીઝનો વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં ભૂષણ કુમાર અને રણબીર અને બોબી સહિત અન્ય લોકો રેલિંગ પર ઝૂકીને બુર્જ ખલીફા પર રિલીઝ થઈ રહેલા એનિમલનું ટીઝર જોઈ રહ્યાં છે.આ સાથે બોબીએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર એનિમલ ટીમ સાથેનો ફોટો પણ શેર કર્યો છે.
બુર્ઝ ખલીફા પર રિલીઝ થયુ રણબીર કપૂર અને બોબી દેઓલની ફિલ્મ એનિમલનું ટીઝર....
આ ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત રશ્મિકા મંદન્ના, બોબી દેઓલ અને અનિલ કપૂરે મહત્વની ભૂમિકા ભજવી છે.
New Update