ટાઈગર-3 નું ધમાકેદાર ટીઝર થયું રીલીઝ, લોકોની આતુરતાનો આવ્યો અંત.....

સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ ટાઈગર 3 ની ચાહકોઆતુરતાથી રાહ જોઈ રહયા હતા. ત્યારે ચાહકોની રાહનો અંત હવે નજીક જ આવી ગયો છે.

New Update
ટાઈગર-3 નું ધમાકેદાર ટીઝર થયું રીલીઝ, લોકોની આતુરતાનો આવ્યો અંત.....

સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ ટાઈગર 3 ની ચાહકોઆતુરતાથી રાહ જોઈ રહયા હતા. ત્યારે ચાહકોની રાહનો અંત હવે નજીક જ આવી ગયો છે. આ ફિલ્મ દિવાળીના મોટા દિવસે જ રીલીઝ થશે. જો કે ફેંસનો ઉત્સાહ વધારવા માટે નિર્માતાઓએ 27ની સપ્ટેમ્બર એટલે કે આજે ટાઈગર 3 નું ઉતેજક ટીઝર રીલીઝ કર્યું છે.

ટાઈગર 3 ના ટીઝરમાં ફરી એક વખત એક સાથે સલમાન ખાન અને કેટરીના કૈફને સ્કીન શેર કરતાં જોઈને ચાહકોની ખુશીની કોઈ સીમા જ નથી. ટીઝરની શરૂઆત સલમાન ખાનના દમદાર અવાજથી થાય છે. સલમાન ખાન કહે છે કે મારૂ મન અવિનાશ સિંહ રાઠોડ છે. પણ તમારા બધા માટે હું ટાઈગર છું. આ સાથે જ સલમાન ખાનનો દમદાર લુક સામે આવ્યો છે. 1 મિનિટ 43 સેકન્ડનું ટીઝર જોઈ તમારા રૂવાળા ઊભા થઈ જશે. આ ફિલ્મમાં સ્ટાર કાસ્ટની વાત કરીએ તો સલમાન ખાન અને કેટરીના કૈફ સિવાય ઈમરાન હાશમી પણ આ ફિલ્મમાં જોરદાર એક્ટિંગ કરતાં જોવા મળશે. ઇમરામ આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. હાલમાં ફેન્સ ફિલ્મની રિલિઝની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ફિલ્મ સિનેમા ઘરોમાં રીલીઝ થાય.

Read the Next Article

'મને મરાઠી નથી આવડતી, હિમ્મત હોય તો મહારાષ્ટ્ર બહાર કાઢી બતાવો..' દિગ્ગજ એક્ટરની ચેલેન્જ

મહારાષ્ટ્રના મીરા રોડ પર એક વેપારીને મરાઠી ભાષા ન બોલવા પર રાજ ઠાકરેના રાજકીય પક્ષ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના કાર્યકર્તાઓએ તેની પર હુમલો કર્યો હતો.

New Update
dinesh

ભોજપુરી અભિનેતા અને ગાયક દિનેશ લાલ યાદવ ઉર્ફ નિરહુઆએ ભાષા વિવાદ વચ્ચે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેને સીધો પડકાર ફેંક્યો છે.

તેણે કહ્યું કે ‘મને મરાઠી ભાષા બોલતા આવડતી નથી, હું ભોજપુરી ભાષા બોલું છું. જો હિંમત હોય તો ભોજપુરી બોલવાના કારણે મને મહારાષ્ટ્રની બહાર કાઢી બતાવો.’ 

મહારાષ્ટ્રના મીરા રોડ પર એક વેપારીને મરાઠી ભાષા ન બોલવા પર રાજ ઠાકરેના રાજકીય પક્ષ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના કાર્યકર્તાઓએ તેની પર હુમલો કર્યો હતો.

આ મારપીટનો વીડિયો પણ બનાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ મનસેના વડા રાજ ઠાકરેની પણ પ્રતિક્રિયા પણ આપી હતી. રાજ ઠાકરેએ કહ્યું હતું કે, ‘અહીં તો મરાઠી બોલવી જ પડશે.’

આ અંગે નિરહુઆએ કહ્યું છે કે, ‘હું ચેલેન્જ આપું છું કે, હું મરાઠી નથી બોલતો, હું ભોજપુરી બોલું છું, તમારામાં હિમ્મત હોય તો મને મહારાષ્ટ્રની બહાર કાઢી બતાવો.’ 

નિરહુઆએ કહ્યું છે કે, ‘આપણા દેશની સુંદરતા ભાષાઓની વિવિધતામાં છે અને જુદી-જુદી ભાષા બોલનારા લોકો એકબીજા સાથે મિત્રતા નિભાવે છે. તમે આ સુંદરતાને નષ્ટ  કરવા ઈચ્છો છો.’

આ અંગે જવાબ આપતા મનસેના નેતા યશસ્વી કિલેદારે કહ્યું કે, ‘'જો તમારામાં હિંમત હોય તો તે મહારાષ્ટ્રમાં આવો, મનસેના કાર્યકરો તમારા ગાલ પર તમાચો ફટકારશે, ત્યારે તમને ભાન પડશે.’

challenge | CG Entertainment | Maharastra