ગુજરાતી ભાષાની સુપરનેચરલ હોરર થ્રિલર ફિલ્મ ‘વશ’ને દર્શકોનો મળ્યો બહોળો પ્રતિસાદ

ગુજરાતી ભાષાની સુપરનેચરલ હોરર થ્રિલર ફિલ્મ ‘વશ’ 10મી ફેબ્રુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી જેને પ્રેક્ષકો તરફથી ખુબ જ હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો

ગુજરાતી ભાષાની સુપરનેચરલ હોરર થ્રિલર ફિલ્મ ‘વશ’ને દર્શકોનો મળ્યો બહોળો પ્રતિસાદ
New Update

ગુજરાતી ભાષાની સુપરનેચરલ હોરર થ્રિલર ફિલ્મ ‘વશ’ 10મી ફેબ્રુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી જેને પ્રેક્ષકો તરફથી ખુબ જ હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો અને બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર ફિલ્મ બની હતી. આ ફિલ્મનું નિર્દેશન કૃષ્ણદેવ યાજ્ઞિકે કર્યુ છે. તેનું નિર્માણ કેએસ એન્ટરટેઈનમેન્ટ, પટેલ પ્રોસેસિંગ સ્ટુડિયો અને અનંતા બિઝનેસ કોર્પોરેશન દ્વારા એ બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શનના સહયોગથી કરવામાં આવ્યું છે અને ફિલ્મનું પેનોરમા સ્ટુડિયો દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા, નિલમ પાંચાલ, હિતેન કુમાર અને આર્યબ સંઘવી મુખ્ય ભૂમિકામાં છે.ફિલ્મના નિર્માતાઓ કલ્પેશ સોની, કૃણાલ સોની, નિલય ચોટાઈ અને દીપેન પટેલે 3જી જૂને કોર્ટયાર્ડ બાય મેરિયટ ખાતે આ ફિલ્મની સક્સેસ પાર્ટીનું આયોજન કર્યુ હતું.

આ ઈવેન્ટમાં યશ સોની, તર્જની, ચેતન ધાનાણી, વૈશાલ શાહ, ધ્વનીત, ચેતન દૈયા, સંદીપ પટેલ, આરતી પટેલ, આરોહી, ભરત ચાવડા સહિત ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નામી હસ્તીઓ અને ‘વશ’ ફિલ્મની મુખ્ય સ્ટાર કાસ્ટ અને ક્રૂ હાજર રહ્યા હતા. કૃષ્ણદેવ યાજ્ઞિકે જણાવ્યું હતું કે, “આ એક પ્રાયોગિક વિષય હતો જેને અમે ખૂબ જ જુસ્સા અને સમર્પણ સાથે સંભાળ્યો હતો અને આ ફિલ્મને તેના ટીમ વર્કને કારણે સફળતા મળી છે. અમારા કામની પ્રશંસા કરવા બદલ હું દર્શકોનો પણ આભાર માનવા માંગુ છું.”હિતેન કુમારે કહ્યું, “અમે લોકો એવા કલાકારો છીએ જે હંમેશા વધુ કરવા માટે તૈયાર છે અને એના માટે અમને ચોક્કસ પ્રકારની સ્ટોરી અને નિર્દેશક ની જરૂર છે. મને લાગે છે કે આ ફિલ્મમાં એ બધું છે.”જાનકી બોડીવાલાએ કહ્યું કે, “સહ કલાકારો ના સંયુક્ત પ્રયત્નો વગર કોઈ પણ કલાકાર એક પરફેક્ટ એક્ટર નથી જે આ ફિલ્મે સાબિત કર્યું છે.”

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #party #Gujarati Film #Success #horror thriller film #Vash #audience #Janki Bodiwala
Here are a few more articles:
Read the Next Article