ધ કેરલા સ્ટોરી' એ પહેલા દિવસે જબરદસ્ત કરી કમાણી, 5મી સૌથી મોટી ઓપનર ફિલ્મ બની

વિવાદાસ્પદ ફિલ્મ ધ કેરલા સ્ટોરી આ શુક્રવારે સિનેમાઘરોમાં રીલીઝ થઈ હતી. ટ્રેલર બહાર આવ્યા બાદ શરૂ થયેલા હોબાળાએ ફિલ્મ પ્રત્યે દર્શકોની રુચિ વધારી દીધી હતી.

New Update
ધ કેરલા સ્ટોરી' એ પહેલા દિવસે જબરદસ્ત કરી કમાણી, 5મી સૌથી મોટી ઓપનર ફિલ્મ બની

વિવાદાસ્પદ ફિલ્મ ધ કેરલા સ્ટોરી આ શુક્રવારે સિનેમાઘરોમાં રીલીઝ થઈ હતી. ટ્રેલર બહાર આવ્યા બાદ શરૂ થયેલા હોબાળાએ ફિલ્મ પ્રત્યે દર્શકોની રુચિ વધારી દીધી હતી. ' ધ કેરલા સ્ટોરી ' એ પહેલા દિવસે સારી કમાણી કરી હતી અને આ સાથે આ ફિલ્મ આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મોની યાદીમાં 5માં નંબર પર આવી ગઈ છે. અદા શર્માની ફિલ્મની સરખામણી ગયા વર્ષે રિલીઝ થયેલી 'ધ કાશ્મીર ફાઇલ્સ' સાથે કરવામાં આવી રહી છે, પરંતુ તેણે પહેલા દિવસની કમાણીના મામલે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને પાછળ છોડી દીધી છે.

આ દિવસોમાં સોશિયલ મીડિયાથી લઈને રાજકીય ક્ષેત્ર સુધી જે ફિલ્મની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે ધ કેરલા સ્ટોરી. ફિલ્મના કન્ટેન્ટને કારણે તે જબરદસ્ત વિવાદોમાં ફસાઈ ગઈ હતી. તેની રિલીઝ રોકવાનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. અમુક સમુદાયોનું કહેવું છે કે આ ફિલ્મ તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહી છે અને તેનાથી દેશમાં સાંપ્રદાયિક તણાવ વધી શકે છે. જોકે 'ધ કેરલા સ્ટોરી'ની પહેલા દિવસની કમાણી સામે આવી છે.

કેરળ સ્ટોરીએ પ્રથમ દિવસે 7.5 કરોડથી 8 કરોડનો બિઝનેસ કર્યો છે (આ આંકડા પ્રારંભિક છે, તેમાં ફેરફાર શક્ય છે), આ સાથે ધ કેરલા સ્ટોરી આ વર્ષની પાંચમી સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની છે. આનાથી ઉપર ભોલા 11 કરોડ સાથે ચોથા નંબર પર છે. તમને જણાવી દઈએ કે ધ કેરલા સ્ટોરીએ પહેલા દિવસની કમાણીના મામલે અક્ષય કુમારની સેલ્ફી અને કાર્તિક આર્યનની શહેજાદાને પણ પાછળ છોડી દીધી છે.

શનિવાર અને રવિવારે જબરદસ્ત કમાણી થવાની આશા છે કારણ કે લોકોમાં ફિલ્મને લઈને ઘણી ઉત્તેજના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કર્ણાટકની મુલાકાત દરમિયાન એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'નો ઉલ્લેખ પણ કર્યો હતો. બીજી તરફ, તેની સરખામણી વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઇલ્સ સાથે કરવામાં આવી રહી છે, જેણે પહેલા દિવસે માત્ર 3.55 કરોડનો બિઝનેસ કર્યો હતો. સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ ત્રણ છોકરીઓની વાર્તા વર્ણવે છે જેઓ ધર્મ પરિવર્તનના ષડયંત્રનો શિકાર બને છે.

#India #Connect Gujarat #BeyondJustNews #Religion #Bollywood Movie #Box Office Collection #review #biggest opener #The Kerala Story #Conversion #Hindu Girls
Latest Stories