Connect Gujarat
મનોરંજન 

IPLના જન્મદાતા લલિત મોદી અને મિસ યુનિવર્સ સુસ્મિતા સેનના સંબંધોએ જગાવી ભારે ચર્ચા

લલિત મોદી અને સુસ્મિતા સેનના સંબંધોએ જગાવી ચર્ચા, લલિત મોદીનીઓ પોસ્ટ બાદ ચર્ચા શરૂ થઈ

X

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મતા સેન તથા IPLના પૂર્વ કમિશ્નર લલિત મોદી વચ્ચેના સંબંધોએ ખળભળાટ મચાવી દીધો છે. ગુરુવાર, 14 જુલાઈના રોજ અચાનક લલિત મોદીએ માલદીવ્સ વેકેશનની તસવીરો શૅર કરીને સુષ્મિતા સેન સાથેના સંબંધો ઓફિશિયલ કર્યા હતા. જોકે, હવે એવી ચર્ચા થઈ રહી છે કે બંનેએ સગાઈ કરી લીધી છે. લલિત મોદીએ જે તસવીરો શૅર કરી છે, તેમાંથી એક તસવીરમાં સુષ્મિતા સેનના હાથમાં રિંગ જોવા મળે છે. સો.મીડિયામાં લલિત મોદીએ સુષ્મિતા સાથેની ઘણી તસવીરો શૅર કરી હતી. લલિત મોદીએ સો.મીડિયાના ડિસ્પ્લે પિકમાં પણ સુષ્મિતા સાથેની તસવીર રાખી છે. હાલમાં સુષ તથા લલિત મોદીની પ્રાઇવેટ લાઇફ ને લવ લાઇફ અંગે ચર્ચા થઈ રહી છે. સો.મીડિયામાં લલિત મોદીએ પહેલાં સુષ્મિતાને બેટર હાફ ગણાવી હતી. જોકે, પછી અન્ય એક પોસ્ટમાં ચોખવટ કરી હતી કે તે હાલમાં એકબીજાને ડેટ કરે છે અને ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. ગયા મહિને એક્ટ્રેસે ટ્વિંકલ ખન્નાના શોમાં કહ્યું હતું કે તેના માટે હંમેશાં બાળકો પ્રાથમિકતા રહ્યા છે. તે નહોતી ઈચ્છતી હતી કે લગ્ન બાદ કોઈ અન્ય વ્યક્તિને કરાણે તે બાળકોથી દૂર થઈ જાય. આ જ કારણે તેણે લગ્ન કર્યા નથી

આ તરફ લલિત મોદીની વાત કરવામાં આવે તો લલિત મોદીએ IPLની શરૂઆત કરી હતી. તે 2005થી 2010 સુધી BCCIના વાઈસ પ્રેસિડન્ટ પદે રહ્યો.2008થી 2019 સુધી IPLના ચેરમેન અને કમિશનર રહ્યો.2010માં લલિત મોદીને ફ્રોડના આરોપમાં IPL કમિશનર પદેથી સસ્પેન્ડ કરી દેવાયો હતો.આ ઉપરાંત તેમને BCCIમાંથી પણ સસ્પેન્ડ કરી દેવાયો હતો. મની લોન્ડ્રિંગ કેસના આરોપ પછી 2010માં લલિત મોદી દેશમાંથી ભાગી ગયો હતો.

Next Story