'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' સીઝન 2નું શૂટિંગ 13 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યું છે. પ્રથમ એપિસોડમાં 'ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ' સીઝન 3ની સ્ટારકાસ્ટ સામેલ થશે. આ સિઝનમાં સામેલ થનારા તમામ મહેમાનોના નામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી.
જો કે આ વખતે પણ ઘણા મોટા સ્ટાર્સ ગેસ્ટ તરીકે જોવા મળશે તેવી આશા છે.કપિલ શર્મા અને તેની ટીમ આ વર્ષની શરૂઆતમાં સોની ટીવી પરથી નેટફ્લિક્સ પર શિફ્ટ થઈ ગઈ હતી. તેના ચાહકોને આ શો ગમ્યો, પરંતુ કેટલાક લોકોને લાગ્યું કે તેમાં નવીનતાનો અભાવ છે. મિશ્ર પ્રતિસાદને કારણે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શો વહેલો બંધ કરવામાં આવી રહ્યો છે. જો કે, ટીમે પાછળથી સ્પષ્ટતા કરી કે આ શો શરૂઆતમાં 13 એપિસોડ માટે ચલાવવાની યોજના હતી અને ટૂંક સમયમાં નવી સીઝન આવશે