રાહ પૂરી થઈ : ફિલ્મ 'કલ્કી 2898 એડનું ટીઝર રીલીઝ, અમિતાભ બચ્ચન આ પાત્રમાં જોવા મળશે...

'કલ્કી 2898 એડી' આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

New Update
રાહ પૂરી થઈ : ફિલ્મ 'કલ્કી 2898 એડનું ટીઝર રીલીઝ, અમિતાભ બચ્ચન આ પાત્રમાં જોવા મળશે...

'કલ્કી 2898 એડી' આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે. જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત આ સાયન્સ-ફિક્શન ફિલ્મમાં પ્રભાસ અને દીપિકા પાદુકોણની સાથે અમિતાભ બચ્ચન, દિશા પટણી અને કમલ હાસન સહિતના ઘણા સ્ટાર્સ જોવાના છે.

નિર્માતાઓએ ફિલ્મના અમિતાભ બચ્ચનનું એક પોસ્ટર શેર કર્યું હતું અને કહ્યું હતું કે 21 એપ્રિલે, તેઓ તેમના પાત્ર સાથે સંબંધિત કંઈક જાહેર કરવા જઈ રહ્યા છે. હવે ગતરોજ રવિવારે 'કલ્કી 2898 એડી'ના બિગ બીના પાત્ર પરથી પડદો ઉઠી ગયો છે.

21 એપ્રિલે ફિલ્મનો 21 સેકન્ડનો એક નાનો ટીઝર વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં જોવામાં આવ્યું હતું કે સફેદ કપડાથી ઢંકાયેલો એક વ્યક્તિ ગુફામાં બેસીને શિવલિંગની પૂજા કરી રહ્યો છે. પછી એક બાળકનો અવાજ સંભળાય છે, તેને પૂછે છે કે શું તમે મરી શકતા નથી, તમે ભગવાન છો. તમે કોણ છો. આ પછી અમિતાભ બચ્ચન કહે છે કે હું દ્વાપર યુગથી દશાવતારની રાહ જોઈ રહ્યો છું. અશ્વત્થામા, દ્રોણાચાર્યનો પુત્ર.

Latest Stories