Connect Gujarat
મનોરંજન 

ટાઈગરની ગર્જનાથી ગુંજી ઉઠ્યું આખું થિએટર, સલમાનની ફિલ્મમાં જોવા મળ્યો પઠાણનો કીમિયો....

ટાઇગર 3 એ દિવાળીના શુભ અવસર પર થિયેટરોમાં રીલીઝ થઈ ગઈ છે. સ્પાય યુનિવર્સની આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી નેગેટિવ રોલમાં જોવા મળશે.

ટાઈગરની ગર્જનાથી ગુંજી ઉઠ્યું આખું થિએટર, સલમાનની ફિલ્મમાં જોવા મળ્યો પઠાણનો કીમિયો....
X

ટાઇગર 3 એ દિવાળીના શુભ અવસર પર થિયેટરોમાં રીલીઝ થઈ ગઈ છે. સ્પાય યુનિવર્સની આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી નેગેટિવ રોલમાં જોવા મળશે. મનીષ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આદિત્ય ચોપરા દ્વારા બનાવવામાં આવી છે. હવે જ્યારે ફિલ્મ રીલીઝ થઈ ગઈ છે અને જે દર્શકોએ ફિલ્મ જોઈ લીધી છે તેઓ એમના મંતવ્યો શેર કરવા માટે સોશિયલ મીડિયા પર જઈ રહ્યા છે.


ચાલો જાણીએ ટાઈગર 3 ના ટ્વિટર રિવ્યુ. ટાઈગર 3 ના સવારના શો પછી, નેટીઝન્સે X (Twitter) ને તેમના અભિપ્રાયો શેર કર્યા અને ફિલ્મને 'બ્લોકબસ્ટર' ગણાવી. ઓનલાઈન લોકોએ તેની ખૂબ પ્રશંસા કરી છે, ખાસ કરીને ફિલ્મના સારા એક્શન સીન્સના ખુબ વખાણ થઈ રહ્યા છે ફિલ્મમાં સલમાન ખાન, કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મીએ જબરદસ્ત એક્શન સીન્સ આપ્યા છે. એક પ્રશંસકે કહ્યું, "શું મેં બોલિવૂડની "ધ એવેન્જર્સ" જોઈ છે. અલ્ટ્રા બ્લોકબસ્ટર છે. મનીષ શર્માએ કદાચ સ્પાય યુનિવર્સની આ શ્રેષ્ઠ ફિલ્મ બનાવી છે. ભાઈજાનની ફિલ્મ જોયા બાદ લોકો ફિલ્મના એક્શનથી ખૂબ જ પ્રભાવિત થયા છે. તેમજ આ ફિલ્મમાં શાહરૂખ ખાનના કેમિયોએ લોકોની ઉત્તેજના ઘણી વધારી દીધી છે. પઠાણની એન્ટ્રીને કારણે પણ ઘણા લોકો ફિલ્મને પસંદ કરી રહ્યા છે. ભાઈજાનના કેટલાક ચાહકોએ બ્લોકબસ્ટર ફિલ્મ ગણાવી છે. જ્યારે કેટલાકે તેને એવરેજ ફિલ્મ ગણાવી છે.

Next Story