અત્યારે બોલીવુડ ફિલ્મના ફેન્સ વચ્ચે એક જ નામ ચર્ચિત છે અને એ છે 'શ્રદ્ધા કપૂર'. હાલમાં, શ્રદ્ધા કપૂર તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સ્ત્રી 2'ની સફળતાનો આનંદ માણી રહી છે એવામાં અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની બાબતમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પાછળ છોડી દીધા છે.
અભિનેત્રીની ફિલ્મ 'સ્ત્રી 2'ની સફળતા વચ્ચે શ્રદ્ધાના ઈન્સ્ટાગ્રામ પર 9.14 કરોડ ફોલોઅર્સ થઈ ગયા છે, જ્યારે વડાપ્રધાનને ઈન્સ્ટાગ્રામ પર 9.13 કરોડ લોકો ફોલો કરે છે. આવી સ્થિતિમાં શ્રદ્ધાએ ફોલોઅર્સની રેસમાં વડાપ્રધાનને પાછળ છોડી દીધા છે.બોલીવુડ અભિનેત્રીઓની યાદીમાં પ્રિયંકા ચોપરાના ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ છે. તેને ઈન્સ્ટાગ્રામ પર 9.18 કરોડથી વધુ લોકો ફોલો કરે છે. અન્ય સ્ટાર્સના ફોલોઅર્સની વાત કરીએ તો વિરાટ કોહલી 271 મિલિયન ફોલોઅર્સ સાથે નંબર 1 પર છે.