/connect-gujarat/media/post_banners/1a078f743ad2ddeaf3e129e12d43a698e1c1c8274197483fbb6cb1aafa4481e8.webp)
આજે સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ટાઈગર 3'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં સલમાન ખાન જબરદસ્ત એક્શન સીન્સ કરતો જોવા મળી રહ્યો છે. ટાઈગર ઉર્ફે સલમાન એક અંગત મિશન માટે એક્શનમાં જોવા મળ્યો હતો. 'દેશ કે પરિવારમાં ટાઇગર કોને બચાવશે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.' કેટરીના પણ એક્શન કરતી જોવા મળી હતી. સલમાન-કેટરિનાની રસપ્રદ કેમેસ્ટ્રી પણ જોવા મળી હતી. ફિલ્મના ટ્રેલરમાં અમેઝિંગ ડાયલોગ્સ પણ સાંભળવા મળ્યા હતા. ટ્રેલરની શરૂઆત એક મહિલા (રેવતી)ના બેકગ્રાઉન્ડ અવાજથી થાય છે જે કહે છે કે દેશની શાંતિ અને દેશના દુશ્મનો વચ્ચે કેટલું અંતર છે.
આ પછી સલમાન ખાનની જોરદાર એન્ટ્રી છે. આ પછી રેવતી સ્ક્રીન પર દેખાય છે અને કહે છે ફક્ત એક માણસનું. પછી સલમાન ખાન રૂવાડા ઉભા કરી દે દેવો બાઇક સ્ટંટ કરતો જોવા મળે છે.ટ્રેલરમાં સલમાન ખાન ફરીથી અવિનાશ સિંહ રાઠોડના રોલમાં જોવા મળી રહ્યો છે. 'ટાઈગર 3'ની વાત કરીએ તો આ YRF સ્પાય યુનિવર્સ ની પાંચમી ફિલ્મ છે. જેમાં સલમાન ખાન સાથે કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં ઈમરાન નેગેટિવ રોલમાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન મનીષ શર્માએ કર્યું છે. નોંધનીય છે કે 'ટાઈગર 3' 12 નવેમ્બરે દિવાળી પર થિયેટર્સમાં રીલિઝ થશે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે.