Connect Gujarat
મનોરંજન 

ટીવી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું કાર અકસ્માતમાં નિધન

ટીવી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું કાર અકસ્માતમાં નિધન
X

લોકપ્રિય ટીવી સીરિઝ 'સારાભાઈ વર્સીસ સારાભાઈ'માં જૈસ્મિનની ભૂમિકા ભજવનાર જાણીતી ટીવી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું મંગળવારે હિમાચલ પ્રદેશમાં એક કાર અકસ્માતમાં અવસાન થયું હતું. વૈભવી 32 વર્ષની હતી. અભિનેત્રીના મૃતદેહને મુંબઈ લાવવામાં આવશે. બુધવારે સવારે 11 વાગ્યે વૈભવીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

વૈભવીના મૃત્યુની પુષ્ટી અભિનેતા-નિર્માતા જેડી મજેઠિયાએ કરી હતી. જેડીએ વૈભવી સાથે ‘સારાભાઈ ટેક 2’ માં કામ કર્યું હતું. જેડી મજેઠિયાએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખ્યું હતું કે “જીવન ખૂબ જ અણધાર્યું છે. એક ખૂબ જ સારી અભિનેત્રી, પ્રિય મિત્ર વૈભવી ઉપાધ્યાયનું અવસાન થયું. વૈભવી ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’ની "જૈસ્મિન" તરીકે જાણીતી છે. તેને નોર્થમા અકસ્માત નડ્યો હતો. પરિવાર તેમને અંતિમ દર્શન માટે આવતીકાલે સવારે 11 વાગ્યે મુંબઈ લાવશે.

Next Story