Connect Gujarat
મનોરંજન 

ઉર્વશી રાઉતેલાએ ફિલ્મ ક્રિટીકને મોકલી કાનૂની નોટિસ, નકલી સમાચાર શેર કરવાનો લગાવ્યો આરોપ

ઉર્વશી રાઉતેલાએ પોતાને ફિલ્મ ક્રિટીક ગણાવતા ઉમર સંધુને માનહાનિની નોટિસ મોકલી છે. ઉર્વશીએ ઉમર પર ફેક ન્યૂઝ બતાવવાનો આરોપ લગાવ્યો છે.

ઉર્વશી રાઉતેલાએ ફિલ્મ ક્રિટીકને મોકલી કાનૂની નોટિસ, નકલી સમાચાર શેર કરવાનો લગાવ્યો આરોપ
X

ઉર્વશી રાઉતેલાએ પોતાને ફિલ્મ ક્રિટીક ગણાવતા ઉમર સંધુને માનહાનિની નોટિસ મોકલી છે. ઉર્વશીએ ઉમર પર ફેક ન્યૂઝ બતાવવાનો આરોપ લગાવ્યો છે. વાસ્તવમાં ઉમર સંધુએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ઉર્વશી અને સાઉથ એક્ટર અખિલ અક્કીનેની સાથેનો ફોટો શેર કર્યો હતો. આ ફોટો સાથે તેમણે લખ્યું હતું કે, અખિલે શૂટિંગ દરમિયાન ઉર્વશીને હેરાન કરી હતી. તેમણે એવી વાતો પણ લખી છે, જેનો ઉર્વશીએ ક્યારેય ઉલ્લેખ કર્યો નથી. જેને જોઈને ઉર્વશીએ ઉમર વિરુદ્ધ આ કડક પગલું ભર્યું છે. તાજેતરમાં જ એક્ટ્રેસ સેલિના જેટલીએ પણ ઉમર સંધુને ફેક ન્યૂઝ પ્રસારિત કરવા બદલ ઠપકો આપ્યો હતો. ઉમર સંધુ પોતાને ફિલ્મ સમીક્ષક અને પત્રકાર કહે છે. તે દરરોજ ફિલ્મ સ્ટાર્સ વિરુદ્ધ અભદ્ર વાતો લખે છે. તેના ટાર્ગેટ મૂળભૂત રીતે અભિનેત્રીઓ છે. તેમણે હાલમાં જ ઉર્વશી વિશે એક ટ્વિટ કર્યું હતું. તે ટ્વીટમાં લખ્યું હતું કે, 'અખિલે ફિલ્મ એજન્ટના શૂટિંગ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી ઉર્વશીને હેરાન કરી હતી. તેની સાથે કામ કરીને ઉર્વશી ખૂબ જ અસુરક્ષિત અનુભવી રહી છે. તેણે તો અખિલને મનહીન અભિનેતા પણ ગણાવ્યો છે. આ ટ્વીટ પર ઉર્વશી ગુસ્સે થઈ ગઈ છે.

Next Story