Connect Gujarat
મનોરંજન 

પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને એનાયત થશે દાદાસાહેબ ફાળકે એવોર્ડ, માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કરી જાહેરાત...

54 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી આ એવોર્ડ માત્ર 7 મહિલાઓને આપવામાં આવ્યો છે.

પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને એનાયત થશે દાદાસાહેબ ફાળકે એવોર્ડ, માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કરી જાહેરાત...
X

પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને આ વર્ષે દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે આ માહિતી આપી હતી. 85 વર્ષીય વહીદા રહેમાને પોતાના કરિયરમાં 'ગાઈડ', 'રેશ્મા ઔર શેરા', 'પ્યાસા' અને 'રંગ દે બસંતી' સહિતની અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. 54 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી આ એવોર્ડ માત્ર 7 મહિલાઓને આપવામાં આવ્યો છે. પહેલો દાદાસાહેબ ફાળકે એવોર્ડ 1969માં અભિનેત્રી દેવિકા રાણીને આપવામાં આવ્યો હતો.

આ પછી સુલોચના, કાનન દેવી, દુર્ગા ખોટે, લતા મંગેશકર અને આશા ભોંસલેને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2020 માં, આ એવોર્ડ પીઢ અભિનેત્રી આશા પારેખને આપવામાં આવ્યો હતો. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 1969માં શરૂ કરવામાં આવ્યો હતો. દાદાસાહેબ ફાળકે એવોર્ડ એ ભારતીય સિનેમા ઉદ્યોગમાં આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. તેનું નામ ધુંડીરાજ ગોવિંદ ફાળકેના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેઓ 'ભારતીય સિનેમાના પિતામહ' તરીકે ઓળખાય છે, જેને પ્રેમથી ‘દાદાસાહેબ ફાળકે’ કહેવામાં આવે છે. દાદાસાહેબે જ વર્ષ 1913માં ભારતની પ્રથમ ફિલ્મ 'રાજા હરિશ્ચંદ્ર' રજૂ કરી હતી અને ભારતમાં સિનેમા ઉદ્યોગનાં શ્રીગણેશ કર્યાં હતાં. આ એવોર્ડની શરૂઆત 1969માં કરવામાં આવી હતી. તે ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે. આ પુરસ્કારમાં 'સુવર્ણ કમળ', 10 લાખ રૂપિયા રોકડ, પ્રમાણપત્ર, રેશમી તકતી અને શાલ છે.

Next Story