બૉલીવુડની પીઢ અભિનેત્રી રજીતા કોચરનું 70 વર્ષની વયે નિધન

New Update
બૉલીવુડની પીઢ અભિનેત્રી રજીતા કોચરનું 70 વર્ષની વયે નિધન

બૉલીવુડમાંથી ફરી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. બૉલીવુડની પીઢ અભિનેત્રી રજીતા કોચરનું 70 વર્ષની ઉંમરે અવસાન થઈ ગયું છે.જણાવી દઈએ કે એમને ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે. જેમાં 'તંત્ર', 'કવચ- કાલી શક્તિ સે', 'કહાની ઘર ઘર કી' જેવી ઘણી સિરિયલોનો સમાવેશ થાય છે. મળતી જાણકારી અનુસાર અભિનેત્રીના મૃત્યુનું કારણ કિડની ફેલ્યર હોવાનું કહેવાય રહ્યું છે.

જણાવી દઈએ કે રજિતાએ 23 ડિસેમ્બરના દિવસે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા અને આ માહિતી તેમની ભત્રીજી નુપુરે લોકોને આપી હતી. નૂપુરના કહેવા મુજબ એમને પેટમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પણ એમની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો અને ધીરે ધીરે તે વધુ ખરાબ થતી ગઈ હતી અને અંતે તેઓ મૃત્યુ પામ્યા હતા.

રજિતા કોચરની ભત્રીજી નુપુરે આગળ જણાવ્યું હતું કે 'સપ્ટેમ્બર 2021માં રજિતા કોચરને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો અને તેના કારણે તેઓ પેરાલિસિસ સામે ઝઝૂમી રહી હતી જોકે એ પછી તેઓ ઘણી સ્વસ્થ થઈ રહી હતી પણ 20 ડિસેમ્બર મંગળવારના રોજ અચાનક એમને કહ્યું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અને પેટમાં પણ દુખાવો થઈ રહ્યો છે, એ પછી એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 23 ડિસેમ્બરે તેમની તબિયત બગડી અને તેમને ફરીથી વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા પણ રાત્રે 10:15 કલાકે એમનું નિધન થયું હતું.'