કલાકારોને પૈસા નહિ મળતાં વેલકમ ટૂ ધી જંગલ અટકી પડી

અગાઉ પણ આ ફિલ્મનું શૂટિંગ શરુ થયું ત્યારે કેટલાક કલાકારોએ એ મુદ્દે ફિલ્મ છોડી હતી કે ફિલ્મની સ્ક્રિપ્ટનાં કોઈ ઠેકાણાં નથી. સેટ પર ગમે ત્યારે ડાયલોગ બદલાઈ જાય છે

New Update
1466

અક્ષય કુમારની  મલ્ટી સ્ટારર ફિલ્મ 'વેલકમ ટૂ ધ જંગલ'માં કલાકારોને પેમેન્ટસ નહિ થતાં ફિલ્મનું શૂટિંગ અટકી પડયું છે. 

ફી નહીં મળવાથી એકટર્સો અને સ્ટાર્સ ફિલ્મમાંથી નીકળી ગયા છે. 

આ ફિલ્મની ઘોષણા ૨૦૨૩માં કરવામાં આવી હતી અને ૨૦૨૪ના ડિસેમ્બરમાં રીલિઝ કરવાની યોજના હતી. પરંતુ અત્યાર સુધી ફક્ત ૬૦ ટકા જ શૂટિંગ કરવામાં આવ્યું છે અને બાકીના ૪૦ ટકા શૂટિંગ માટે વારંવાર શિડયૂલ નક્કી થયા પછી કેન્સલ કરવામાં આવ્યા છે. પરિણામે એકટર્સ અને સ્ટાફનો સમય બરબાદ થતા તેઓ ફિલ્મ છોડી રહ્યા છે. 

ફિલ્મમાં રવીના ટંડન, સંજય દત્ત, સુનિલ  શેટ્ટી સહિતના કલાકારોનો શંભુમેળો છે. 

અગાઉ પણ આ ફિલ્મનું શૂટિંગ શરુ થયું ત્યારે કેટલાક કલાકારોએ એ મુદ્દે ફિલ્મ છોડી હતી કે ફિલ્મની સ્ક્રિપ્ટનાં કોઈ ઠેકાણાં નથી. સેટ પર ગમે ત્યારે ડાયલોગ બદલાઈ જાય છે. કેટલાક કલાકારોનાં તો પાત્રો પણ બદલાઈ રહ્યાં છે. 'વેલકમ' સીરિઝની ગુડવિલનો લાભ લેવા માટે જ ફિલ્મ બનાવવામાં આવી રહી છે.