આ શું બોલ્યા સની પાજી !! શું આગામી ચૂંટણી લડશે સની દેઓલ? જાણો.....

સની દેઓલની ફિલ્મ ગદર 2 પર ભારે ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ હવે ટૂક સમયમાં જ 500 કરોડના ક્લબ બોક્સમાં સામેલ થવા જઇ રહી છે.

New Update
આ શું બોલ્યા સની પાજી !! શું આગામી ચૂંટણી લડશે સની દેઓલ? જાણો.....

આજ કાલ ચારેબાજુ સની દેઓલની ફિલ્મ ગદર 2 પર ભારે ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ હવે ટૂક સમયમાં જ 500 કરોડના ક્લબ બોક્સમાં સામેલ થવા જઇ રહી છે. સની દેઓલ અભિનેતાની સાથે સાથે પંજાબના ગુરુદાસપુરથી સાંસદ પર છે. સની દેઓલ ભાજપમાંથી સાંસદ બનેલા છે. આ દરમિયાન સની દેઓલે એક ઇન્ટરવ્યૂમાંતેઓ આગામી લોકસભાની ચૂંટણી લડશે કે નહીં તેના પર મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યુ હતું કે તે આગામી ચૂંટણી લડશે નહીં. તેઓ પાર્ટીના ઉમેદવાર નહીં બને ભાજપના સાંસદ સની દેઓલે કહ્યું કે તેમણે લાગી રહ્યું છે કે તેઓ અભિનેતા તરીકે જ દેશની સેવા કરશે. એક સાથે અનેક કામ કરવા મુશ્કેલ છે. એક સમય પર એક જ કામ થઈ શકે છે. તેઓ જે વિચારધારા પર રાજકારણમાં આવ્યા હતા. તે એક અભિનેતા તરીકે પણ થઈ શકે છે. તેથી તેમણે આગામી લોકસભાની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. પરંતુ લોકસભામાં ઓછી હાજરીને લઈને પણ તેને અનેક સવાલો પુછવામાં આવ્યા હતા જેના જવાબમાં તેઓએ જણાવ્યુ હતું કે લોકસભામાં દેશને ચલાવનારા લોકો બેસે છે. તેમાં તમામ દળોના નેતા છે. પણ ત્યાં જેવુ વર્તન કરવામાં આવે છે તેના માટે આપણે બીજાને કહીએ છીએ કે આવું ના કરો, જ્યારે હું તેમણે જોવ છું ત્યારે એવું લાગે છે કે ક્યાક જતો રહું: કારણ કે હું આવો નથી, હવે આગળ હું ચૂંટણી લડવા માંગતો નથી. 

Advertisment