EVM અને VVPATમાં ખરાબી મુદ્દે ચૂંટણી પંચને નોટિસ ફટકારતી હાઇકોર્ટ

New Update
EVM અને VVPATમાં ખરાબી મુદ્દે ચૂંટણી પંચને નોટિસ ફટકારતી હાઇકોર્ટ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન EVMની સાથે પ્રથમ વખત VVPATનો ઉપયોગ પણ થશે, જોકે આ મશીનોમાં ખરાબી મુદ્દે ચૂંટણી પંચ અને ગુજરાત સરકારને હાઇકોર્ટે નોટિસ મોકલીને જવાબ માંગ્યો હોવાનું જાણવા મળ્યુ છે.

આ અંગે કોંગ્રેસે ખરાબ VVPAT અને EVMને સીલ કરવામાં આવે તેવી માંગ કરી છે.

હાઇકોર્ટ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીની અરજી ઉપર ચૂંટણીપંચ, રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી ઉપરાંત ન્યાયમંત્રાલય દ્વારા કેન્દ્ર સરકારને નોટિસ ફટકારવામાં આવી છે. અને 13 નવેમ્બર સુધી નોટિસનો જવાબ આપવાનું જણાવવામાં આવ્યું છે.

Latest Stories