/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/02222451/maxresdefault-24.jpg)
એક ફૂલ દો માલીની જેવી ઘટના સામે આવી છે. અમદાવાદના સરખેજ વિસ્તાર માંથી શ્રમિક પરિવારનું અપહરણ કર્યા નો પોલીસ કોન્ટ્રોલ રૂમને મેસેજે મળતાની સાથે જ સરખેજ પોલીસ અને ક્રાઈમ બ્રાંચ મધરાત્રીએ દૌડતી થઈ હતી શું છે અપહરણનો ઘટના ક્રમ આવો જાણીએ .
ગઈ મધરાત્રીએ પોલીસ કંટ્રોલ રૂમ ને એક કોલ આવ્યો હતો કે ટ્રાવેરા કાર માં રેખા બહેન સહીત એકમાસ ના બાળક નું અપહરણ કરી ને લઇ જવા માં આવી રહયા છે આ મેસેજ મળ્યા ની સાથે જ સરખેજ પોલીસ અને અમદવાદ ક્રાઇમ બ્રાંચ પ્રહલાદનગર માં આવેલ છાપરા માં પોહ્ચ્યા હતા જ્યાથી બનાવની તમામ હક્કીકતો મેળવી ને કામે લાગી ગઈ હતી પોલીસ પોલીસે કાર ના નંબર અને આરોપી ના મોબાઈલ નંબર ના આધારે ઇડર પાસે આરોપીઓ ને ઝડપી લીધા હતા.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ની ગિરફ્ત માં કાળા નકાબ માં ઉભેલા આ લોકો ના નામ છે. મોરિયો ભરથરી ,સુરેશ ભરથરી , પ્રકાશ ભરથરી અને વાલીબહેન ભરથરી ની ધરપકડ કરી છે ત્યારે વધુ ચાર ફરાર આરોપી ની શોધખોળ લોકલ પોલીસે શરુ કરી છે. આ તમામ આરોપીઓ ગઈ મધરાત્રીએ પ્રહલાદનગર માં આવેલ શ્રમિક ના છાપરા માં ટ્રાવેરા કાર લેઇ ને આવ્યા હતા અને ભોગબનનાર રેખા ભરથરી સહીત તેના એક માસ ના બાળક ને અપહરણ કરી લઇ ગયા હતા સાથે જે વર્તમાન પતિ ને ઢોરમાર પણ માર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અપહરણ કરનાર અન્ય કોઈ નહિ પણ રેખાબહેન નો પૂર્વ પતિ સહીત ના લોકો હતા અને અપહરણ કરવા પાછળ ની કારણ એ હતું કે ભોગબનનાર રેખા બહેન થોડા વર્ષ પહેલા પોતા ના પતિ મોરિયો ભરથરી ને તરછોડી ને અમદવાદ માં જગદીશ ભરથરી સાથે રહેવા લાગી હતી અને બંને થી એક માસ નું બાળક પણ થયું હતું બસ આ વાત નો અદાવત રાખી ને પૂર્વ પતિ એ અપહરણ નું કાવતરું રચી નાખી ગુનાને અંજામ આપી દીધો હતો પણ પોલીસની સમય સુચકતા ના કારણે પરણિતા મહિલા નો છુટકારો કરાવ્યો હતો .