કોરોનાના સામે વધુ એક પ્રહાર, ભારતીયોને હવે આપી શકાશે "સ્પુતનિક- વી" રસી

New Update
કોરોનાના સામે વધુ એક પ્રહાર, ભારતીયોને હવે આપી શકાશે "સ્પુતનિક- વી" રસી

ભારત દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહયાં હોવાથી દર્દીઓની સરખામણીએ ભારત અમેરિકા પછી બીજા નંબરે આવી ગયો છે. કોરોનાના સંક્રમણને રોકવા હવે ભારતમાં રશિયન બનાવટની સ્પુતનિક રસીના ઉપયોગની મંજુરી આપી દેવામાં આવી છે. હાલ ભારતીયોને પુનાની સીરમ ઇન્સ્ટીટયુટ અને ભારત બાયોટેક નિર્મિત રસી આપવામાં આવી રહી છે..


ભારત દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઇ છે ત્યારે સરકાર વેકસીનેશન પર ભાર મુકી રહી છે. હાલ ભારતીયોને કોવીશીલ્ડ અને કોવેકસીન નામની રસી આપવામાં આવી રહી છે. હવે ભારત સરકારે વધુ એક રસીને મંજુરી આપી છે.. સોમવારે વેક્સિન મામલે સબજેક્ટ એક્સપર્ટ કમિટી (SEC)એ રશિયાની સ્પુતનિક વિ ને મંજૂરી આપી છે. ભારતમાં હવે આ વેક્સિનનો ઉપયોગ કરવામાં આવશે. સ્પુતનિક - વી દ્વારા ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગવામાં આવી હતી. ભારતમાં સ્પુતનિક- વી  હૈદરાબાદની ડો. રેડ્ડી લેબ્સની સાથે મળીને ટ્રાયલ કર્યા છે અને તેની જ સાથે પ્રોડકશન ચાલી રહ્યું છે. ભારતમાં નિર્મિત કોરોના વેકસીન વિદેશોમાં પણ પહોંચાડવામાં આવી રહી છે. ભારતમાં સ્પુતનિક- વી રસીના ઉપયોગ અંગે ટુંક સમયમાં સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવશે.

Latest Stories