/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/25141241/WhatsApp-Image-2020-09-25-at-2.00.54-PM-e1601023384322.jpeg)
બોલીવુડના પ્રસિદ્ધ એસ.પી.બાલાસુબ્રમણ્યમન 5 ઓગસ્ટના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમની હાલત ક્રિટિકલ હતી. ચેન્નાઈની MGM હોસ્પિટલમાં દાખલ થયા હતા. હોસ્પિટલે 24 સપ્ટેમ્બરની સાંજે હેલ્થ બુલેટિન રિલીઝ કરીને તબિયત અંગે માહિતી આપી હતી. એસપીને ECMO સહિત અન્ય લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતાં.
એસપીના દીકરા ચરન એસપીએ ત્રણ દિવસ પહેલા એટલે કે 22 સપ્ટેમ્બરે પિતાની તબિયત અંગે અપડેટ આપતા કહ્યું હતું કે તેઓ સાજા થઈ રહ્યા છે. તેઓ પ્રવાહી લે છે. તેઓ જલ્દીથી ઘરે જવા ઈચ્છે છે.
એસપીની સારવાર ડૉ. વી સબાનાયગમ કરી હતી. 13 ઓગસ્ટે એસપીને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને પછી પ્લાઝ્મા થેરપી આપવામાં આવી હતી. બ્લડ ક્લોટિંગને રોકવા માટે રેમડેસિવિર તથા સ્ટીરિયોડ્સ આપવામાં આવ્યા હતા. ઓક્સિજનનું લેવલ જાળવા રાખવા માટે તેમને પ્રોન પોઝિશન (પેટના બળે)માં રાખવામાં આવ્યા હતા. આ સાથે જ એકસ્ટ્રા કોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજન સપોર્ટ આપવામાં આવ્યો હતો.
એસપીએ ઈન્સ્ટાગ્રામમાં એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે તેમનામાં કોરોનાના હળવા લક્ષણો છે. પછી તેમણે ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડૉક્ટર્સે તેમને હોમ ક્વૉરન્ટીનની સલાહ આપી હતી. જોકે, પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેઓ એડમિટ થયા છે. તે સમયે એસપીએ કહ્યું હતું કે તેઓ બે દિવસ બાદ ઘરે પરત ફરશે.