-
ખેડૂતોનો વીજ પુરવઠા માટે પોકાર
-
અનિયમિત વીજળીથી ખેડૂતો પરેશાન
-
નિયમિત 8 કલાક વીજ પુરવઠો આપવા માંગ
-
રાજપારડી વીજ કચેરીમાં કરી ઉગ્ર રજુઆત
-
વીજ અધિકારીએ ખેડૂતોને આપી બાંહેધરી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા તેમજ આસપાસના ગામોના 100થી વધુ ખેડૂતોએ રાજપારડી ડી.જી.વી.સી.એલ.ની કચેરીએ ખાતે આવેદનપત્ર આપી અને મૌખિક રજૂઆત કરી કરી હતી. ઉપસ્થિત 100થી વધુ ખેડૂતોએ પોતાના આવેદનમાં જણાવાયું હતું કે ઉમલ્લા અને આસપાસના ગામોમાં ખેતી વિષયક વીજ પુરવઠો ઢૂંઢા ફિડર દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે.આ ઢૂંઢા ફિડરમાં વીજળી નિયમિતપણે મળતી નથી,આઠ કલાકના સમય દરમિયાન બે કલાક પણ નિયમિત વીજળી મળતી નથી.વીજ પુરવઠા વગર ખેતરોમાં પાણી નહિ પહોંચતા ખેડૂતોના પાક આકરી ગરમીમાં બળી જવાની અને પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
આ અંગે રાજપારડી ડી.જી.વી.સી.એલ.ની કચેરીના મુખ્ય અધિકારીએ ખેડૂતોને આવકાર આપી હાજર ખેડૂતોની રજુઆત ધ્યાનપૂર્વક સાંભળી ટૂંક સમયમાં ફિડરનું સમારકામ કરવાની બાંહેધરી આપી હતી.
