/connect-gujarat/media/media_files/2024/10/28/sX16ny5CTuGJ40uV9tj6.jpg)
તડકામાં બહાર નીકળવાથી ત્વચા પર ટેન થઈ જવી એક સામાન્ય સમસ્યા છે. ટેનિંગને કારણે ત્વચા ઘણી ડલ અને બેજાન લાગવા લાગે છે.
તડકામાં બહાર નીકળવાથી ત્વચા પર ટેન થઈ જવી એક સામાન્ય સમસ્યા છે. ટેનિંગને કારણે ત્વચા ઘણી ડલ અને બેજાન લાગવા લાગે છે. આવી સ્થિતિમાં લોકો ટેનિંગથી છૂટકારો મેળવવા માટે મોંઘા મોંઘા ફેશિયલ કે પછી કોઇ ટ્રિટમેન્ટ કરાવવાની જરૂરત નથી. તમે ઓછી કિંમતમાં ટેનિંગથી છૂટકારો મેળવી શકો છો. અને એ પણ ઘરમાં રહેલી વસ્તુઓ દ્વારા જ...આવો જાણીએ તેના અસરકારક ઉપાયો
1. દહીં અને હળદરનો પેક
દહીંમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચાને એક્સફોલિયેટ કરીને મૃત કોષો દૂર કરે છે, જ્યારે હળદર ત્વચાની લાલાશ અને સોજાને ઘટાડે છે. 2 ચમચી દહીં, અડધી ચમચી હળદર અને 1 ચમચી મધને મિક્ષ કરીને પેસ્ટ બનાવો. તેને ત્વચા પર અથવા ટેન થયેલા ભાગોમાં લગાવો અને 15 મિનિટ રાખો. પછી સામાન્ય પાણીથી ધોઈ લો.
2. લીંબુ અને એલોવેરા જેલ સિરમ
લીંબુમાં વિટામિન C હોય છે જે ટેન અને ડાર્ક સ્પોટને લાઈટ કરે છે, જ્યારે એલોવેરા ત્વચાને ઠંડક અને નમી આપે છે. 1 મોટી ચમચી એલોવેરા જેલમાં 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરો. તેને 10 મિનિટ માટે લગાવી રાખો અને પછી ધોઈ લો.
3. ટમેટાં અને બેસન સ્ક્રબ
ટમેટાંમાં કુદરતી બ્લીચિંગ ગુણ હોય છે, જ્યારે બેસન ત્વચા પરથી મૃત કોષો દૂર કરે છે. 2 ચમચી બેસન, 1 ચમચી ટમેટાંનો પલ્પ અને થોડું ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને હળવેથી 5 મિનિટ મસાજ કરો, પછી 10 મિનિટ રાખીને ધોઈ લો.
4. કાકડી અને ગુલાબજળ મિસ્ટ
કાકડી ત્વચાને ઠંડક આપે છે અને ગુલાબજળ ત્વચાને તાજગી અને ટોન આપે છે. અડધી કાકડી પીસીને તેનો રસ કાઢો અને તેમાં 2 ચમચી ગુલાબજળ ઉમેરો. તેને સ્પ્રે બોટલમાં ભરીને ચહેરા અને હાથ પર છાંટો. ફ્રિજમાં રાખવાથી વધારે ઠંડક મળશે.
5. નાળિયેરનું દુધ અને ચંદનનું માસ્ક
નાળિયેરનું દુધ ત્વચાને ઊંડાણપૂર્વક પોષણ આપે છે, જ્યારે ચંદન ટેનિંગ દૂર કરવા અને ત્વચાને ઠંડક આપવા મદદ કરે છે. 2 ચમચી નાળિયેરના દુધમાં 1 ચમચી ચંદન પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર 20 મિનિટ લગાવો અને પછી ધોઈ લો.