/connect-gujarat/media/media_files/2025/09/20/face-2025-09-20-15-25-23.jpg)
આજના સમયમાં એવા અનેક લોકો હશે જે મુલ્તાની માટી લગાવે છે. પરંતુ ખોટી રીતે, જેનાથી તેની અસર નથી થતી.
જો તમે પણ તમારી સ્કિન પર ખોટી રીતે મુલતાની માટી લગાવી રહ્યા છો તો આવો જાણીએ તેને કેવી રીતે અને શેમાં મિક્સ કરીને લગાવવાથી ફેસ ગ્લો કરશે.
અત્યારના સમયમાં દરેક જણ સુંદર, ચમકદાર અને સ્મૂધ ત્વચા મેળવવા માંગે છે, જેના માટે લોકો દરેક પ્રકારના ઉપાય અજમાવી લે છે, છતાં પણ કોઈ ખાસ ફરક જણાતો નથી. કેટલાક લોકો કેમિકલ ઉત્પાદનો પર નિર્ભર રહે છે અને થોડીક દિવસની સુંદરતામાં જ ખુશ થઈ જાય છે. સાથે જ ઘણા એવા લોકો છે જે આજે પણ ઘરેલુ નુસખાઓ જેમ કે મુલ્તાની માટીને અપનાવે છે, પણ ખોટી રીતે. જો તમે પણ એમાંથી એક છો, તો આવો જાણીએ કે મુલ્તાની માટીમાં એવી કઈ વસ્તુ ઉમેરીએ કે જે તમારા ચહેરા પર તેજ અને સુંદરતા લાવી શકે.
મુલ્તાની માટીથી સુંદર ત્વચા મેળવવી ખૂબ જ સરળ છે, બસ તેને યોગ્ય રીતે ઉપયોગ કરવાની જરૂર છે. ઘણા લોકો મુલ્તાની માટી દરરોજ કે અઠવાડિયામાં એક-બે વખત પોતાના ચહેરા પર લગાવે છે. જો તમે પણ એમ કરો છો, તો તમે આ રીતથી ફેસ પેક બનાવી શકો છો:
-સૌથી પહેલા મુલ્તાની માટી લઈ ને તેને પાણીમાં 5 મિનિટ માટે પલાળી દો.
-ત્યારબાદ તેને ચમચીથી સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો.
-હવે આ પેસ્ટમાં 1 ચમચી બેસન, ½ ચમચી હળદર અને 1 ચમચી નાળિયેર તેલ ઉમેરો.
-બધાને રીતે મિક્સ કરો. પછી તમારો ચહેરો ધોઈ લો અને આ પેસ્ટ તમારા ચહેરા પર લગાવો.
-પેસ્ટ પૂરતું સૂકી જાય ત્યાં સુધી રાખો. સૂકાઇ ગયાં પછી ચહેરો ધોઈ લો અને ગુલાબ જળ લગાવો.
-આ ઉપાય અઠવાડિયામાં 1 કે 2 વાર કરો.આ રીતે તમારી ત્વચા સુંદર, ચમકદાર અને નરમ લાગવા લાગશે.
મુલ્તાની માટીમાં રહેલા કુદરતી ખનિજો (Minerals) ત્વચાની અંદરની મેલ અને તેલ દૂર કરીને ડીપ ક્લિન્સિંગ કરે છે, જેના કારણે ચહેરા પર કુદરતી ચમક આવે છે. તેમાં રહેલી કૂલિંગ પ્રોપર્ટીઝ ત્વચાને ખીલ, રેશિસ અને તડકાંથી થયેલી બળતરાથી રાહત આપે છે. બેસન એક પ્રાકૃતિક ક્લેન્સર છે, જે ત્વચાને મૂલાયમ બનાવે છે.
હળદરમાં એન્ટીસેપ્ટિક અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણધર્મ હોય છે, જે દાગ-ધબ્બા, પિંપલ્સ અને ચામડીના ઇન્ફેક્શન દૂર કરવામાં મદદ કરે છે. નાળિયેર તેલ ત્વચાને પોષણ આપે છે અને સ્કિન બેરિયર મજબૂત બનાવે છે. જો તમે કુદરતી રીતે ગ્લોઇંગ સ્કિન મેળવવા માંગતા હોવ તો આ ફેસ પેક એક ઉત્તમ ઘરગથ્થુ ઉપાય છે.