શું તમે પણ ચોમાસા દરમિયાન કપડાં માંથી આવતી દુર્ગંધથી પરેશાન છો? તો અજમાવો આ ઉપાયો...

વરસાદમાં કપડા પર ગંદકી, કીટાણુ વધુ જમા થાય છે અને આ કપડાને પહેરવાથી તમે બીમાર પડી શકો છો.

New Update
શું તમે પણ ચોમાસા દરમિયાન કપડાં માંથી આવતી દુર્ગંધથી પરેશાન છો? તો અજમાવો આ ઉપાયો...

વરસાદ ભીષણ ગરમીમાંથી રાહત આપવાનું કામ કરે છે, આ મોસમમાં ભેજના કારણે કીટાણુ અને બેક્ટેરીયાનું પણ જોખમ રહે છે. આ મોસમમાં જો તમે પણ ભીના કપડાને યોગ્ય રીતે સૂકવતા નથી અને તિજોરીમાં એમ જ મૂકી દો છો તો આનાથી ઝડપથી બેક્ટેરીયા ઝડપથી ફેલાય છે. વરસાદમાં કપડા પર ગંદકી, કીટાણુ વધુ જમા થાય છે અને આ કપડાને પહેરવાથી તમે બીમાર પડી શકો છો.

ભીના કપડાંને તાત્કાલિક ધોવો.:-

વરસાદમાં પલળ્યા પછી તાત્કાલિક નાહવું જોઈએ અને કપડાં પણ તાત્કાલિક ધોવા જોઈએ. ભીના કપડાંને ખીતી પર લટકાળી દેવા, કે ડોલમાં જેમ ને તેમ ભરી રાખવા અયોગ્ય છે. કારણ કે આનાથી એ ક દુર્ગંધ આવે છે અને કીટાણુ પણ પેદા થવાની શક્યતા રહે છે. તો આ મુશ્કેલીઓથી બચવા માટે ભીના કપડાંને તાત્કાલીક ધોવા જોઈએ.

કપડાંને યોગ્ય રીતે સુકવો:-

કપડાંને તેજ સમયે ધોવા યોગ્ય હોય તો તેને તે જ સમયે સૂકવી દો. અને જો વોશિંગ મશીનમાં ધોઈ રહયા હો તો ડ્રાયરનો ઉપયોગ કરો. કપડાંને સારી રીતે સુકવ્યા બાદ જ કબાટમાં મૂકો.

સુગંધીદાર ડીટર્જન્ટનો ઉપયોગ કરો:-

વરસાદના મોસમમાં કપડામાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે સુગંધીદાર ડીટર્જન્ટનો ઉપયોગ કરો.

વોશિંગ મશીનને અંદરથી પણ સાફ કરો:-

કપડાંને સાફ અને સુગંધીદાર બનાવતા વોશિંગ મશીનની પણ સમયાંતરે સફાઈ કરવી જરૂરી છે ખાસ કરીને વરસાદની સિઝનમાં. આ માટે ડ્રમમાં થોડો બેકિંગ પાવડર વોશિંગ મશીન ક્લીનર નાખો જે બાદ મશીનને નોર્મલ વોશમાં સેટ કરો. આનાથી વોશિંગ મશીન સારી રીતે સાફ થઈ જશે. અને સાથે જ દુર્ગંધ પણ દૂર રહશે.

કપડાંમાં કપૂરની ગોળીઓ મૂકો:-

વરસાદની સિઝનમાં ભીના કપડામાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે કબાટમાં કાપડની વચ્ચે કપૂરની ગોળીઓ નાખો. આનાથી કપડાંમાં આવતી વાસ દૂર થશે.  

Latest Stories