ગણેશ ચતુર્થીને હવે બસ એક જ દિવસની વાર છે ત્યારે લોકો તેની પુરજોશથી તૈયારીઓમાં લાગી ગયા છે. ગણેશ ચતુર્થીના પર્વને ધામધૂમથી ઉજવવામાં આવે છે. 10 દિવસ સુધી ગણેશજીની પુજા અર્ચના કરવામાં આવે છે. જો તમે બાપા ના સ્વાગત માટે મહારાષ્ટ્રીયન લુક અપનાવવા માંગો છો તો આ ટિપ્સને ફોલો કરો.
· ગણેશ ઉત્સવમાં આ રીતે અપનાવો મહારાષ્ટ્રીયન લુક
ટ્રેડિશનલ નઉવારી સાડી પહેરો
મહારાષ્ટ્રીયન લુક માટે તમારે મહારાષ્ટ્રની ટ્રેડિશનલ નઉવારી સાડી પહેરવી જોઈએ. આ અવસરે તમે બ્રાઈટ કલરની સાડી પસંદ કરી શકો છો. જેમાં તમે પીળા, લાલ કે લીલા રંગની સાડી પણ પહેરી શકો છો.
હેર સ્ટાઈલ
સાડી પહેર્યા બાદ હેર સ્ટાઈલ યોગ્ય કરવી જેમાં તમે સેન્ટર પાર્ટીશન આપીને બનમાં બાંધી શકો છો જેને સજાવવા માટે તમે ફૂલોનો ઉપયોગ કરી શકો છો. તમે વ્હાઈટ ફૂલોનો ગજરો વાળમાં લગાવી શકો છો, આ સિવાય તમે લાલ ગુલાબનો ઉપયોગ પણ કરી શકો છો.
ચાંદલા વિના લુક અધૂરો
મહારાષ્ટ્રીયન લુક આપવા માટે તમે ગોળ કે ચોરસ ચાંદલાના બદલે ચંદ્ર શેપનો ચાંદલો પસંદ કરો. તમે પોતાની સાડીના હિસાબે ચાંદલાના કલરને પસંદ કરી શકો છો. આ સિવાય તમે મરૂન કલરનો ચાંદલો લગાવી શકો છો.
નથણીથી લુક થશે કમ્પલીટ
ગણેશ ઉત્સવના અવસરે તમે જ્વેલરીમાં મહારાષ્ટ્રીયન નથણીને પહેરી શકો છો જેમાં તમે મોતીઓવાળી નથણી પહેરી શકો છો. આ સિવાય કોલ્હાપુરી સ્લીપરની સાથે લુકને કમ્પલીટ કરો.
મેકઅપ
સૌથી પહેલા તમે તમારી સ્કિન ટોનને મેચ થતુ ફાઉન્ડેશન લગાવો અને આંખોમાં કાજલ કે આઈલાઈનર લગાવી લો અને ગાલ પર સામાન્ય બ્લશર લગાવી લો.