Connect Gujarat
ફેશન

વાળમાં એલોવેરા લગાવતા પહેલા જાણો તેના 4 નુકશાન, બધા માટે ફાયદાકારક નથી એલોવેરા....

એલોવેરા લગાવવાથી ખંજવાળની સમસ્યા થઈ શકે છે. એલોવેરાથી ફોલ્લી ફૂંસીની પણ સમસ્યા થઈ શકે છે.

વાળમાં એલોવેરા લગાવતા પહેલા જાણો તેના 4 નુકશાન, બધા માટે ફાયદાકારક નથી એલોવેરા....
X

સ્ત્રીની સુંદરતા વાળથી વધે છે. વાળ એ સ્ત્રીનું સૌંદર્યનું ઘરેણું છે. પરંતુ હાલમાં અયોગ્ય ખાન પાન અને લાઈફ સ્ટાઇલના કારણે લોકોને વાળ ખરવાની કે વાળ સંબધિત અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે ઘણા લોકો મોંઘી મોંઘી ટ્રીટમેન્ટ કરાવતા હોય છે જે ખૂબ જ ખર્ચાળ હોય છે. સાથે સાથે આ મોંઘી ટ્રીટમેન્ટમાં વપરાતા કેમિકલ્સ પણ આપણા વાળને નુકશાન કરતાં હોય છે. તો સૌથી બેસ્ટ ઉપાય છે કે તમે ઘરગથ્થું ઉપચાર અજમાવો. તેમાંનું એક છે એલોવેરા. એલોવેરા વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ ઘણી વખત તેનાથી ઘણા લોકોને પરેશાની વેઠવી પડે છે. તો એલોવેરાનો ઉપયોગ કરતાં પહેલા જાની લો તેના ગેરફાયદા...

1. એલોવેરાનો છોડ ઔષધિય ગુણોથી ભરપૂર છે. એલોવેરા સુંદરતા માટે ખૂબ જ ફાયદાકારક છે. સ્કેલ્પ પર એલોવેરા જેલ લગાવવાથી વાળ મજબૂત થાય છે. જોકે તેના કેટલાક નુકશાન પણ છે.

2. એલોવેરાથી વાળને મજબૂતી મળે છે. એલોવેરાની તાસીર ઠંડી છે. જેથી રાતભર માથામાં રહેવાથી શરદી થઈ શકે છે.

3. એલોવેરા લગાવવાથી ખંજવાળની સમસ્યા થઈ શકે છે. એલોવેરાથી ફોલ્લી ફૂંસીની પણ સમસ્યા થઈ શકે છે.

4. વાળ વધુ ઓઇલી હોય તો તેવા લોકોએ એલોવેરા જેલ લગાવવાનું અવોઈડ કરવું જોઈએ. તેનાથી વાળ વધુ ઓઇલી, ચીકણા અને ચીપચીપા બને છે.

Next Story