/connect-gujarat/media/media_files/2024/12/25/529270Yjs5Drorm6KBdz.jpg)
દરેક લોકોને સુંદર અને આકર્ષક દેખાવાની ઇચ્છા હોય છે. બ્યુટી પાર્લરનો ખર્ચ કર્યા વગર પણ સુંદર ત્વચા મેળવી શકો છો. ગ્લોઇંગ સ્કીન માટે નારિયેળ તેલ અને એરંડાનું તેલ વધુ શ્રેષ્ઠ છે.
દરેક લોકોને સુંદર અને આકર્ષક દેખાવાની ઇચ્છા હોય છે. બોડી ફીટ રાખવા જીમમાં જવું અને ચાલવા જેવી કસરત કરાય છે. તો સુંદર દેખાવવા ફેસિયલ જેવી બ્યુટી ટ્રીટમેન્ટ કરે છે. કેટલીક વખત આ બ્યુટી ટ્રીટમેન્ટ વધુ ખર્ચાળ હોય છે. બ્યુટી પાર્લરનો ખર્ચ કર્યા વગર પણ સુંદર ત્વચા મેળવી શકો છો. ગ્લોઇંગ સ્કીન માટે નારિયેળ તેલ અને એરંડાનું તેલ વધુ શ્રેષ્ઠ છે. પરંતુ ત્વચા નરમ અને ચમકતી બનાવવા બંનેમાંથી કયું તેલ શ્રેષ્ઠ તેને લઈને લોકોમાં મૂંઝવણ છે.
ઉંમર વધવાની સાથે ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. ચહેરા પરની કરચલીઓ દૂર કરવા મોંઘી ક્રીમ નહી કુદરતી ઉપચાર વધુ અસરકારક સાબિત થશે. ગ્લોઈંગ સ્કીન મેળવવા નાળિયેર તેલ અને એરંડાનું તેલ એક કુદરતી ઉપાય છે. બંને તેલ ત્વચાના પોષણ અને વૃદ્ધત્વ વિરોધી માટે ફાયદાકારક છે . જ્યારે યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે તમારી ત્વચાની સુંદરતામાં વધારો કરી શકે છે.
એરંડાનું તેલ સામાન્ય રીતે અનાજમાં વધુ ઉપયોગમાં લેવાય છે. એરંડાના તેલમાં વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મો છે ત્વચામાં ઊંડે સુધી પ્રવેશ કરીને મોઇશ્ચરાઇઝ કરે છે અને કરચલી ઘટાડવામાં મદદ કરે છે . ગ્લોઇંગ સ્કીન માટે તમે રાત્રે ચહેરા સાદા પાણીથી સાફ કર્યા બાદ આ તેલથી હળવા હાથે માલિશ કરો. સપ્તાહમાં આ તેલની ખાસ રાત્રે ચહેરા પર માલિશ કરવાથી ત્વચા નરમ અને યુવાન દેખાશે. અને આંખોની આસપાસ કાળા કુંડાળા અને શુષ્કતા પણ દૂર થશે.
નાળિયેર તેલમાં કુદરતી એન્ટીઑકિસડન્ટો છે જે ત્વચાને યુવાન દેખાવામાં મદદ કરે છે. તે ત્વચાને અંદરથી પોષણ આપે છે અને ધીમે ધીમે કરચલીઓ ઘટાડે છે . સવારે કે રાત્રે કોઈપણ સમયે તમે આ તેલનો ઉપયોગ કરી શકો છો. આ તેલની હળવી માલિશ કરવાથી ત્વચા કોમળ અને ચમકદાર રહે છે . આ તેલ ત્વચાની સ્થિતિસ્થાપકતા જાળવી રાખે છે અને શુષ્કતા અટકાવે છે .
ગ્લોઇંગ સ્કીન માટે બંને તેલ એક શ્રેષ્ઠ કુદરતી ઉપચાર છે. છતાં પણ ત્વચાના પ્રકાર મુજબ તેનો ઉપયોગ કરવામાં આવે તો તે વધુ સારું પરિણામ આપશે. તૈલી ત્વચા, મિશ્ર ત્વચા અને શુષ્ક ત્વચા તેમાંથી તમારી ત્વચાનો પ્રકાર ઓળખો. ત્વચા શુષ્ક તો એરંડાનું તેલ આદર્શ છે. અને ત્વચા મિશ્ર હોય તો નાળિયેર તેલ યોગ્ય છે. તૈલી ત્વચા હોય તેઓ સવારે નાળિયેર તેલ અને રાત્રે એરંડા તેલ એમ બંને તેલના મિશ્રણનો ઉપયોગ કરી શકે છે. ચહેરા અને ગરદન પર હળવા હાથે તેલની નિયમિત માલિશ કરવાથી ચહેરાને પોષણ મળશે અને કરચલીઓ દૂર થતા ત્વચા ચમકદાર અને નરમ બનશે.