Connect Gujarat
ફેશન

ભીના વાળમાં કાંસકો ફેરવવો બની શકે છે વાળ ખરવાનું કારણ.... ચોમાસામાં અપનાવો આ રૂટિન હેરકેર........

વરસાદની સિઝન આવતા અનેક લોકોમાં હેરફોલની સમસ્યા થવા લાગે છે. આ સિઝનમાં વાળ રફ અને ડ્રાઈ બને છે.

ભીના વાળમાં કાંસકો ફેરવવો બની શકે છે વાળ ખરવાનું કારણ.... ચોમાસામાં અપનાવો આ રૂટિન હેરકેર........
X

ચોમાસાની મોસમ એવી છે જેની મજા દરેક વ્યકતી લેવા ઈચ્છે છે. પરંતુ અમુક વખત જો વરસાદની સિઝનમાં ધ્યાન ના રાખીએ તો આ ચોમાસુ મજાનાં બદલે સજા પણ બની જાય છે. વસસદમાં પલળવું બધા લોકોને ગમે છે, પરંતુ શું તમે જાણો છો પલળવાની મજા તમારા વાળ માટે નુકશાનદાયી સાબિત થઈ શકે છે. જાણો ચોમાસામાં વાળને નુકશાનથી બચાવવા માટે શું કરવું જોઈએ.

ભારે ગરમીમાં વરસાદની રૂતુ તમને ઠંડક આપશે. એવામાં તમે વરસાદમાં પલળો છો તો તમારા વાળ પર તેની ખૂબ જ ખરાબ અસર જોવા મળે છે. વાળ વધારે ઝડપથી તૂટે છે. આથી જ ઘરેથી નીકળતી સમયે સ્કાફ કે છત્રી સાથે રાખીને નીકળો જેથી વાળ ના પલળે. જો તમે કોઈ પણ કારણસર વરસાદમાં મજા માણી છે તો તમે ઘરે આવીને તમે તમારા વાળને શેમ્પુથી વોશ કરી લો. જેથી તમારા વાળની ગંદકી સારી રીતે સાફ થઈ જાય.

વરસાદની સિઝન આવતા અનેક લોકોમાં હેરફોલની સમસ્યા થવા લાગે છે. આ સિઝનમાં વાળ રફ અને ડ્રાઈ બને છે. જો તમે વાળને કંડિશનિંગ કરો છો તો તમે વાળને સારી રીતે સાચવી શકશો.

ચોમાસાની સિઝનમાં વાળને હેલ્ધી બનાવી રાખવા માટે હેર ઓઇલિંગ કરવું ખૂબ જ જરૂરી છે. તેનાથી વાળ ડીપ નરીસ રહે છે. આથી વાળની ચમક ખોવાશે નહીં અને વાળ ખરવાની સમસ્યા પણ ઓછી થઈ જશે.

જો વાળ પલળી ગયા છે તો વાળમાં તરત દાંતિયો ફેરવવાની ભૂલ ના કરતાં આથી વાળ તૂટવાની સમસ્યા રહે છે. આથી વાળને પહેલા સારી રીતે કોરા કરો, ત્યારે બાદ મોટા દાંતા વાળા દાંતિયાની મદદથી વાળની ગૂંચ કાઢો. આમ કરવાથી હેરફોલની સમસ્યા ઓછી થઈ જશે.

Next Story