/connect-gujarat/media/media_files/2025/08/05/face-care-2025-08-05-14-13-15.jpg)
નવરાત્રિ તહેવારમાં ત્વચાની સુંદરતા વધારવા યુવતીઓ અનેક પ્રયાસ કરી રહી છે. મોંઘી પ્રોડક્ટ અને બ્યુટી પાર્લર ગયા વગર ઘરે બેઠાં જ સુંદર ત્વચા મેળવી શકો છો. તૈલી ત્વચાને સુંદર બનાવવા ઘરે બનાવો આ ફેસપેક.
નવરાત્રિ તહેવારમાં આકર્ષક દેખાવા યુવતીઓનો બ્યુટી પાર્લરમાં ધસારો જોવા મળ્યો. યુવાનોને મનપસંદ નવરાત્રિ તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. મોંઘી પ્રોડક્ટ અને બ્યુટી પાર્લર ગયા વગર ઘરે બેઠાં જ સુંદર ત્વચા મેળવી શકો છો. બ્યુટી એક્સપર્ટ પણ કહે છે કે ત્વચાની સંભાળમાં કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ.
કારણ કે બજારની પ્રોડક્ટમાં કેમિકલ હોવાથી તેના કારણે એલર્જીની સંભાવના છે. તમે ઘરે ફેસ પેક બનાવી શુષ્ક અને બેજાન ત્વચાને વધુ સુંદર અને ચમકદાર બનાવી શકશો.
બ્યુટી પાર્લરની જેમ તમે ઘરે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી ત્વચાને ઊંડે સુધી પોષણ આપી શકશો. હળદર, મધ, ગુલાબજળ અને એલોવેરા ત્વચા માટે બેસ્ટ છે. આ તમામ કુદરતી વસ્તુઓમાં અલગ અલગ ગુણધર્મો રહેલા છે.
તમે તમારી ત્વચાના પ્રકાર મુજબ આ વસ્તુઓ અથવા બંનેનું મિશ્રણ કરી ત્વચા પર ટ્રાય કરી શકો છો. સામાન્ય રીતે તૈલી, શુષ્ક અને મિશ્ર ત્વચા લોકોમાં જોવા મળે છે. તૈલી ત્વચા ધરાવતા લોકોને ખીલ અને ખંજવાળની વધુ સમસ્યા રહે છે. અને આવા લોકોને બ્યુટી પ્રોડક્ટની એલર્જી પણ જલદી થાય છે. માટે તૈલી ત્વચા ધરાવતા લોકો આ ઘરેલુ ફેસપેકનો ઉપયોગ કરી શકે છે.
જો ફેસ વોશ કર્યા બાદ તરત જ ચહેરા પર તેલ દેખાવા લાગે તો સમજવું તમારી ત્વચા તૈલી છે. ત્વચામાં રહેલ તેલ નિયંત્રણ માટે, મુલતાની માટી, ચંદન પાવડર, લીમડાના પાન પાવડર, એક ચપટી હળદર અને ગુલાબજળ ઉમેરીને તમે ફેસ પેક બનાવી શકો છો.
આ ફેસપેકને તમારા ચહેરા પર લગાવો અને 20 મિનિટ સુધી રાખી ત્યારબાદ ચહેરો સાદા પાણીથી સાફ કરી લો. આનાથી વધારાનું તેલ ઓછું થશે અને ખીલ પણ ઓછા થવા લાગશે. આ ઉપરાંત આ લોકોએ નિયમિત દિવસમાં 3 વખત સાદા પાણીથી મોં સાફ કરવું. જેના કારણે ચહેરાની ચીકાશ દૂર થશે.