Connect Gujarat
ફેશન

હંમેશા ફેશનેબલ અને ગ્લેમરસ દેખાવા માટે અપનાવો આ ફેશન ટિપ્સ, લોકો કહેશે......વાઉ !!!!

હંમેશા ફેશનેબલ અને ગ્લેમરસ દેખાવા માટે અપનાવો આ ફેશન ટિપ્સ, લોકો કહેશે......વાઉ !!!!
X

યુવાનોને ટ્રેન્ડ સાથે બહાર જવાનું વધુ પસંદ હોય છે. આવી સ્થિતિમાં ફેશન, સ્ટાઈલ અને ગ્લેમર દરેક છોકરા – છોકરીને આકર્ષે છે. છોકરીઓ પણ આ માટે સમયાંતરે પોતાના વોર્ડરોબ અપડેટ કરતી હોય છે. પરંતુ ઘણી વખત તેની પાસે વિશાળ કલેકસન હોવા છતાં સંતોષ થતો નથી. તેનું કારણ લુક બદલવાનો પ્રયોગ ન કરવો.

જો તમે પણ આવી જ સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છો અને ગ્લેમર અને ફેશનેબલ લુક મેળવવા માંગો છો, તો અહી તમારા માટે કેટલીક ખાસ અને સરળ ટિપ્સ છે. આ ટિપ્સ અપનાવીને તમે તમારા સિમ્પલ લૂકને સ્ટાઇલિશ અને ગ્લેમરસ બનાવી શકો છો.

· બેલ્ટનો ઉપયોગ કરો

જો તમે નોર્મલ ડ્રેસ સાથે બેલ્ટ નો ઉપયોગ કરશો તો તે તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે. તમારા કપડામાં કેટલાક બેલ્ટ વાળા ડ્રેસ રાખો તમે તમારા નિયમિત જીન્સ અને ટી-શર્ટ સાથે વિવિધ પ્રકારના બેલ્ટ કેરી કરી શકો છો. આ સિવાય તમે તેને કોઈ પણ મેકસી ડ્રેસ સાથે પણ જોડી શકો છો.

· બોયફ્રેન્ડ જીન્સ

જો તમે કેઝ્યુયલ સાથે સ્ટાઇલિશ લુક ઇચ્છતા હો તો તમારે બોયફ્રેન્ડ જીન્સ ટ્રાઈ કરવું જોઈએ. બોડી ફીટીંગ ટોપ સાથે બોયફ્રેન્ડ જીન્સ કેરી કરી શકી છે. જો તમે તેને ક્રોપ શર્ટ સાથે પણ કેરી કરશો તો ખૂબ જ સુંદર દેખાશો. આ સાથે તમે બ્રેઇડેડ બેલ્ટ પણ કેરી કરી શકો છો.

· ડેનીમ જેકેટ

જો તમે તમારા કોઈ પણ નિયમિત ડ્રેસ સાથે ડેમીન જેકેટ કેરી કરી શકો છો. તો તે દેખાવને સ્ટાઇલિશ બનાવે છે. જો તમે તેને તમારા ભારતીય ડ્રેસ કે સ્લીટ કુર્તિ, લાંબી કુર્તિ કે પછી કોઈ પણ કુર્તિ સાથે પહેરી શકો છો. તમે તેને ટીશર્ટ કે જીન્સ સાથે પણ પહેરી શકો છો.

· પ્લાઝો પેન્ટ

પ્લાઝો પેસ્ટ આજકાલ ફેશનમાં છે. તે આરામદાયક અને સ્ટાઇલિશ બંને છે, તમે તમારા વેસ્ટર્ન ટોપ અથવા ભારતીય કુર્તિ સાથે જોડી શકો છો. તે ઔપચારિક અને અનઔપચારિક બીબીને પ્રસંગોમાં કેરી કરી શકો છો.

Next Story