સુંદર અને લાંબા નખ મેળવવા માટે ફોલો કરો આ સરળ ટિપ્સ, થોડા જ દિવસોમાં નખ થઈ જશે લાંબા અને સુંદર.....

પૈસા ખર્ચ્યા વગર જ ઘરે કેમ નખ લાંબા અને સુંદર બનાવી શકાય તે વિષે કેટલીક ટિપ્સ જણાવીશું

New Update
સુંદર અને લાંબા નખ મેળવવા માટે ફોલો કરો આ સરળ ટિપ્સ, થોડા જ દિવસોમાં નખ થઈ જશે લાંબા અને સુંદર.....

આપણે જ્યારે કોઈના સુંદર અને લાંબા નખ જોઈએ છીએ ત્યારે એમ થાય એ કે કાસ મારી પાસે પણ આવા જ સુંદર અને લાંબા નખ હોત! આ માટે નવા નવા અનેક ઉપાયો આપણ અજમાવે છે. પરંતુ નખ થોડા લાંબા થતા જ તે તૂટી જાય છે. લાંબા અને સુંદર નખ મેળવવા માટે તેઓ પાર્લરમાં જાય છે. અને હજારો રૂપિયા ખર્ચી નાખે છે. પરંતુ આજે અમે તમને પૈસા ખર્ચ્યા વગર જ ઘરે કેમ નખ લાંબા અને સુંદર બનાવી શકાય તે વિષે કેટલીક ટિપ્સ જણાવીશું જેને ફોલો કરવાથી તમને ચોક્કસ પરિણામ મળશે.

નારિયેળ તેલ

એક બાઉલમાં નારિયેળ તેલ ગરમ કરો અને આ તેલથી તમારા નખની મસાજ કરો. આમ કરવાથી નખ જલ્દીથી લાંબા અને સુંદર દેખાશે.

ઓલિવ ઓઇલ

ઓલિવ ઓઇલ માં રહેલા પોષકતત્વો તમારા નાખને લાંબા કરવામાં મદદરૂપ બને છે. તમારા નખ અને ક્યુટિકલ્સને હૂંફાળા ઓલિવ ઓઇલથી 5 મિનિટ સુધી માલીસ કરવાથી તમારા નખ જડપથી વધશે.

નારંગીનો રસ

એક બાઉલમાં નારંગીનો રસ લો તેમાં તમારા નખને 10 મિનિટ સુધી ડૂબાળી રાખો. થોડા સમય પછી તમારા નખને ગરમ પાણીથી ધોઈ નાખો. આમ કરવાથી નખ વધવા લાગશે.

સરસવના તેલથી માલીસ

સરસવના તેલથી નખની માલીસ કરવાથી પણ વૃદ્ધિમાં મદદ મળે છે. અઠવાડિયામાં 2 થી 3 દિવસ આનાથી માલીસ કરો જરૂર ફરક દેખાશે

Latest Stories