ત્વચા સંબંધિત સમસ્યામાં ગલગોટાના ફૂલ બનશે ઉપયોગી, આ ફેસપેક કરશે ફાયદો

ઘરની સજાવટની સાથે પૂજામાં પણ સૌથી વધુ ગલગોટાના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે. બહુ ઓછા લોકોને ખબર છે કે ત્વચાને ચમકદાર બનાવવા ગલગોટાનું ફૂલ બેસ્ટ બ્યુટિ ટોનિક છે.

New Update
facepack

ગલગોટા એક એવું ફૂલ છે જેનો ઉપયોગ દરેક શુભ કાર્યમાં થાય છે. આ ફૂલના ઉપયોગ વગર તહેવાર કે પ્રસંગની ઉજવણી અધુરી રહેતી હોય છે. ઘરની સજાવટની સાથે પૂજામાં પણ સૌથી વધુ ગલગોટાના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે.

બહુ ઓછા લોકોને ખબર છે કે ત્વચાને ચમકદાર બનાવવા ગલગોટાનું ફૂલ બેસ્ટ બ્યુટિ ટોનિક છે.

ગલગોટાના ફુલનો ફેસ પેક બનાવવા તમે સૌ પ્રથમ એક વાસણમાં ગલગોટાની સૂકી પાંખડીઓ લો અને તેમાં એક મોટી ચમચી લીમડાનો પાવડર ઉમેરો. પછી આ બંને મિશ્રણને મિકસરમાં ક્રશ કરી તેનો પાઉડર બનાવો.

ત્યારબાદ આ પાઉડરમાં 1 ચમચી એલોવેરા જ્યુસ અને 1 નાની ચમચી લીંબુનો રસ ઉમેરો. વઘુ સારા પરિણામ માટે તમે ગુલાબજળ પણ લઈ શકો છો. હવે આ તૈયાર થયેલા ફેસ પેકને 15 થી 20 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. આટલા સમય પછી આ ફેસ પેક સૂકાઈ જાય ત્યારે હાથમાં થોડું પાણી લઈ હળવા હાથે મસાજ કરો. પાંચથી સાત મિનિટ મસાજ કર્યા બાદ સાદા પાણીથી ચહેરો ધોઈ લો. 

એન્ટીબેક્ટેરિયલ, બળતરા વિરોધી, એન્ટીઑકિસડન્ટ જેવા ગૂણધર્મો રહેલા હોવાના કારણે ત્વચા સંબંધિત સમસ્યા દૂર કરવા આ ફેસપેકનો ઉપયોગ ત્વચાને લાભ આપે છે. આ ફેસપેકનો ઉપયોગ કરવાથી ત્વચામાં કરચલી પડવી, નાની-નાની ફોલ્લીઓ થવી, લાલાશ અને બળતરાની સમસ્યા દૂર થશે અને ત્વચામાં નિખાર આવતા ચહેરાની સુંદરતા વધશે. ગલગોટામાંથી બનતો ફેસ પેક ત્વચા માટે ફાયદાકારક હોવા સાથે તેમાંથી બનતી ચાના સેવનથી દાંતમાં દુખાવાની સમસ્યામાંથી છુટકારો મળવા સાથે શરીરને અનેક ફાયદા થાય છે.

Facepack | How To Make Facepack | Home Made Facepack | Lifestyle Tips | Fashion tips