નવરાત્રીમાં તમારા આઉટફિટને આપો અનોખો લુક, ગ્લેમરસની સાથે સાથે મળશે યુનિક લુક......

નવરાત્રી એટલે નવ દિવસની રાત્રીની સાથે નવ દિવસની અલગ અલગ કલરફુલ ડ્રેસિંગ, એસેસરીઝ વગેરેનો પણ સમાવેશ થાય છે.

New Update
નવરાત્રીમાં તમારા આઉટફિટને આપો અનોખો લુક, ગ્લેમરસની સાથે સાથે મળશે યુનિક લુક......

નવરાત્રીને લઈને શહેર શહેરના યુવા વર્ગમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. નવરાત્રી એટલે નવ દિવસની રાત્રીની સાથે નવ દિવસની અલગ અલગ કલરફુલ ડ્રેસિંગ, એસેસરીઝ વગેરેનો પણ સમાવેશ થાય છે. ચણીયા ચોળીમાં અલગ અલગ પ્રકારના વર્કનું કોમ્બિનેશન જોવા મળે છે. આભલા, કોડી, ચાકડા, બોર્ડર, ચતારા વગેરે ચણિયાચોળીના અભિન્ન અંગ બની ગયા છે. ચણિયાચોળીમાં કચ્છી વર્ક, અફઘાની વર્ક, રબારીવર્ક હોટફેવરિટ અને ટ્રેન્ડિંગ હોય છે. ઘણીવાર બોર્ડરની સાથે મેચ થાય એવા ચાકડા, મોતીવર્ક, લટકણ પણ લગાવવામાં આવે છે. આ ચણિયાચોળીની કિંમત તેમાં કરેલા વર્ક ઉપર આધારિત હોય છે. જેની કિંમત સામાન્ય રીતે 10,000થી શરુ કરીને 20,000 સુધીની હોય છે.

ચણીયાચોળીની સાથે ગળામાં પહેરવાના હાર યુવતીઓમાં ફેવરિટ છે. જેમાં પ્લાસ્ટિકના પેચ ઉપર મોતી વર્ક કરવામાં આવે છે. આ હાર સંપૂર્ણપણે વોશૅબલ હોય છે. તેમાં ચણિયાચોળીની ડિઝાઈન પ્રમાણે તેની અંદર કલરફુલ જેકો મોતીઓનું વર્ક કરેલું હોય છે. આ સિવાય કચ્છી વર્ક કે અફઘાની વર્કના પેચ પણ ઘણા લોકો પહેરતા હોય છે. આ ગળાના હાર 1800 રુપિયાથી 2200 રુપિયામાં બનાવી શકાય છે.

નવરાત્રીમાં ચણીયાચોળીની સાથે મોજડી, હાથમાં અને પગમાં પોચાં પહેરવામાં આવે છે. પોચાંમાં પણ અનેક વિવિધતાઓ જોવા મળે છે. પોચાંમાં કચ્છીવર્ક અને જેકો મોતીવર્ક કરવામાં છે. પોચામાં સામાન્ય રીતે કપડા ઉપર જ મોતી, આભલા, ઉનના કલર ફૂલ દોરાઓ વગેરેનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ પોચા ધોઈને ફરીથી પહેરી શકાય તેવા મટીરીયલમાંથી બનાવવામાં આવે છે. આ પોચાં માર્કેટમાં 1500થી 2000 રુપિયામાં ખરીદી શકાય છે.

કમરબંધ જે એક એડિશનલ એસેસરીઝ છે. ઘણી યુવતીઓ ચણિયાચોળીની ઉપર કમરબંધ પહેરે છે. આ કમરબંધમાં કચ્છી વર્ક ખૂબ જ ફેમસ છે. તે માટે તેને ખાસ કચ્છમાં હાથથી ભરીને બનાવડાવવામાં આવે છે. કેટલીક યુવતીઓ કમર બંધના કચ્છી વર્કની સાથે આભલા, બોર્ડર પણ કરાવે છે. આ કમર બંધ સાદા ચણીયા ચોળીને એક અલગ જ ટ્રેડિશનલ લુક આપે છે. આ કમરબંધ આશરે 1500થી 2000 સુધીમાં મળી રહે છે.

માંગટીકો અને નથ વગર નવરાત્રીનો ટ્રેડિશનલ લુક અધુરો ગણાય છે. નથ, માંગટીકો, બેંગ્લસ બજારમાં તૈયાર તો મળે જ છે. પરંતુ નવરાત્રીના ચાહકો ચણિયાચોળીના કલર પ્રમાણે અને ડિઝાઈન પ્રમાણે તેને જાતે બનાવડાવે છે. બેંગ્લસ 500થી 1000 રુપિયા, નથ આશરે 200થી 300 રુપિયા અને માંગટીકો 100થી 150 રુપિયામાં મળી રહે છે.

Read the Next Article

લોન્ગ હેરની ફેશન ટ્રેન્ડમાં, આ ઘરેલુ ઉપચાર વાળ કરશે લાંબા અને સોફ્ટ

આજે યુવતીઓમાં ફરી પાછા લાંબા વાળની ફેશન ટ્રેન્ડ થઈ રહી છે. અત્યારે તહેવારના દિવસો શરૂ થઈ ગયા છે. આવા સમયમાં આકર્ષક દેખાવા વાળમાં વિવિધ પ્રકારની સ્ટાઈલ યુવતીઓ કરતી હોય છે.

New Update
long hair

આજે યુવતીઓમાં ફરી પાછા લાંબા વાળની ફેશન ટ્રેન્ડ થઈ રહી છે. અત્યારે તહેવારના દિવસો શરૂ થઈ ગયા છે. આવા સમયમાં આકર્ષક દેખાવા વાળમાં વિવિધ પ્રકારની સ્ટાઈલ યુવતીઓ કરતી હોય છે.

 પરંતુ હેર લાંબા વાળના હોવાના કારણે તેઓ કયારેક મનપસંદ હેરસ્ટાઈલ નથી કરી શકતી. વાળ લાંબા કરવા માટે યુવતીઓ ટ્રીટમેન્ટનો પણ સહારો લે છે છતાં કોઈ ફરક પડતો નથી. ત્યારે આ ઘરેલુ ઉપચાર જરૂર વાળની સમસ્યા દૂર કરશે.

વાળા લાંબા કરવા અને ગ્રોથ વધારવા નાળિયેર તેલ વધુ અસરકારક સાબિત થશે. તમે નિયમિત પણે વાળમાં રાત્રિના સમેય નાળિયેર તેલ અને ઓલિવ તેલનું મિશ્રણ લગાવી માલિશ કરો. આખી રાત આ મિશ્રણ રાખી બીજા દિવસે શેમ્પુ કરી શકો છો. આ ઉપાય અઠવાડિયામાં બે થી ત્રણ વખત કરશો તો થોડા જ દિવસોમાં સારું પરિણામ મળશે.

બરછટ વાળને સિલ્કી કરવા હોય તો તમે દહીંનો ઉપયોગ કરો. બે ચમચી દહીં અને એક ચમચી મધ લઈને તેમને સારી રીતે મિક્સ કરીને હેર માસ્ક તૈયાર કરો. પછી આ હેરમાસ્ક શેમ્પુ કરતા પહેલા લગાવો. વાળમાં 45 મિનિટ સુધી આ હેર માસ્ક લગાવી રાખો પછી માઇલ્ડ શેમ્પૂની મદદથી ધોઈ લો. સપ્તાહમાં એક વખત માસ્ક લગાવવાથી વાળ થોડા જ સમયમાં વાળ લાંબા અને ભરાવદાર થશે.

ઔષધિય ગુણથી ભરપૂર આમળાં દરેક રીતે ગુણકારી છે. તેમાં રહેલ વિટામિન-સીના કારણે આમળા ખાવાથી પણ ફાયદો થાય અને વાળની સમસ્યા પણ દૂર કરે છે. આમળાનો રસ વાળના સ્કાલપમાં લગાવી 15 થી 20 મિનિટ લગાવી રાખો. પછી વાળ સાદા પાણીથી ધોઈ નાખો. આમ કરવાથી વાળમાં ખોડાની સમસ્યા દૂર થશે અને વાળનો ગ્રોથ પણ વધશે.

આમળાંની જેમ ડુંગળીના પણ અનેક ફાયદાઓ છે. જે લોકો ડુંગળીની દુર્ગંધથી ભાગે છે તે લોક પણ ડુંગળીનો ઉપયોગ કરવા લાગ્યા છે. વાળમાં સૌથી ઝડપી પરિણામ મેળવવું હોય તો ડુંગળીનો રસ લગાવો. ડુંગળીનો રસ નિયમિત માથામાં લગાવવાથી વાળ લાંબા થશે અને ગ્રોથ પણ વધશે. તમે ડુંગળીના રસ કોઈપણ તેલમાં નાખીને માલિશ કરી શકો છો. અને થોડો સમય લગાવી શેમ્પુથી વાળ ધોઈ નાખો.

Fashion tips | LongHair | Hair Care Tips | Lifestyle