માસૂમ હોઠની કાળજી માટે અહી આપ્યા છે ઉપાયો

હોઠની કાળજી માટે પહેલા હોઠને એક્સફોલિએટ કરવા. તેના માટે બજારમાં મળતા લિપ સ્ક્રબનો ઉપયોગ કરવો અથવા તો થોડી બ્રાઉન સુગર ભેળવીને હોઠ પર સ્ક્રબની માફક ઉપયોગ કરવો.

New Update
હોઠ

મોટા ભાગની સ્ત્રીઓ ચહેરાની કાળજી તો કરે છે. પરંતુ હોઠની કાળજી પ્રત્યે બેદરકાર રહે છે. હોઠની કાળજી માટે પહેલા હોઠને એક્સફોલિએટ કરવા.

 તેના માટે બજારમાં મળતા લિપ સ્ક્રબનો ઉપયોગ કરવો અથવા તો થોડી બ્રાઉન સુગર ભેળવીને હોઠ પર સ્ક્રબની માફક ઉપયોગ કરવો. જેથી હોઠની મૃત ત્વચા  દૂર થઇ જાય છે.

હોઠને હેલ્ધી કરવા માટે મોઇશ્ચરાઇઝ કરવા જરૂરી છે. કોપરેલમાં જૈતુનના તેલના થોડા ટીપાં ભેળવીને હોઠ પર લગાડવા. ૨૦ મિનીટ સુધી રહેવા દઇ પછી લૂછી નાખવું. આ રીતે મોઇશ્ચરાઇઝ કરવાથી હોઠ સુંદર થાય છે. 

હોઠ ફાટી ગયા હોય તો તેને સ્પર્શ કરવો નહીં. હોઠ રૂક્ષ લાગે તો લિપ બ્લામ લગાડવું. રોજિંદા ભોજનમાં વિટામિન એ, સી અને બી ટુનો સમાવેશ કરવો. જેમ કે લીંબુ, પાકેલું પપૈયું. ટામેટા, ગાજર. પ્રયાપ્ત માત્રામાં પાણી પીવાથી હોઠ હાઇડ્રેટ રહે છે.

હોઠ પર લાલિમા જળવાઇ રહે છે અને હોઠ કાળા થતા નથી. હોઠ પરથી સૂતા પહેલા લિપસ્ટિક અને લિપગ્લોસ દૂર કરવા આવશ્યક છે. મલાઇમાં થોડી સાકર ભેળવીને હોઠ પર સ્રબ કરવું જેથી મૃત ત્વચા નીકળી જાય છે.

 અથવા તો પેટ્રોલિયમ જેલીમાં પણ સાકર મેળવીને કરી શકાય છે. ગુલાબી હોઠ માટે ગુલાબની પાંખડીઓનો ઉપયોગ કરી શકાય છે.

આ માટે ગુલાબની પાંખડીઓને મસળી તેમાં થોડુ મધ ભેળવી પેસ્ટ બનાવવી. આ મિશ્રણને ૧૦-૧૫ મિનિટ સુધી  હોઠ પર લગાડી રાખવું અને પછી રૂથી સાફ કરવાથી ફાયદો થશે.

Latest Stories