શું તમારી સ્કીન પણ ડ્રાય થાય છે તો આટલું અવશ્ય જાણો

મોંની ચારેય બાજુ સ્કીન ડ્રાય થવી કે સ્કીન ફાટી જવી તે કોઇ એલર્જી, એજિંગ, બિમારી કે મોસમમાં પરિવર્તનના લક્ષણ હોઇ શકે છે. તેમાં મોં આસપાસની સ્કીન ફાટી જાય છે અને બળવા લાગે છે.

New Update
સ્કીન

બદલાતી ઋતુમાં ઇન્ફેક્શનથી ફેલાતી બીમારીઓ થાય છે તે જ રીતે આપણી સ્કીન માટે એટલું જ હાનિકારક છે. સિઝન બદલાવવાની સાથે જ તેની અસર સ્કીન પર પણ જોઇ શકાય છે. 


મોંની ચારેય બાજુ સ્કીન ડ્રાય થવી કે સ્કીન ફાટી જવી તે કોઇ એલર્જી, એજિંગ, બિમારી કે મોસમમાં પરિવર્તનના લક્ષણ હોઇ શકે છે. તેમાં મોં આસપાસની સ્કીન ફાટી જાય છે અને બળવા લાગે છે.

વિટામીનની કમીના કારણે પણ આ લક્ષણ જોવા મળે છે. ક્યારેક તો ફાટી ગયેલી સ્કીનમાં બ્લડ પણ આવવા લાગે છે. આ સ્થિતિને પેરિઓરલ ડર્મેટાઇટિસ પણ કહે છે.

ઘરેલુ ઉપચારોથી જ્યારે તે ઠીક ન થાય ત્યારે સ્કીન સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી જોઇએ.  પાણીની કમીના કારણે પણ ત્વચા પર ડ્રાય પેચ બનવા લાગે છે. જે ધીમે ધીમે ફાટી જાય છે અને બળવા લાગે છે.

ત્વચાની રુક્ષતા રોકવા માટે વધુમા વધુ પાણી પીવું જોઇએ અને કેફીન યુક્ત પદાર્થથી પણ દુર રહેવું જોઇએ. ઘણીવાર ખાસ પ્રકારની દવાઓ અને ફ્લોરાઇડ યુક્ત દવાઓના કારણે પણ આવી એલર્જી થઇ શકે છે.

તેનાથી બચવા માટે નોનફ્લોરાઇડ યુક્ત ટુથપેસ્ટના સેવનનો ઉપયોગ કરવો જોઇએ. તો પણ રાહત ન થાય તો ડોક્ટરની સલાહ લેવી જોઇએ. 

 

Latest Stories